Pramāṇa · Search · About · API

Dasaveyaliya 372

Dasaveyāliya: ṭīkānusārī vivecana 372

Language
Gujarati

372

‘દશવૈકાલિક’ સૂત્ર–૨૫૭ થી ૨૬૦ [૬/૨૫૭ થી ૨૬૦]
[૨૫૭] સાધુ-સાધ્વી અગ્નિને જલાવવાની ઈચ્છા ન કરે, કેમકે તે બીજા શસ્ત્રોની અપેક્ષાએ તીક્ષ્ણ છે, ચોતરફથી દુરાશ્રય છે.
[૨૫૮] તે અગ્નિ પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તર તથા ઉર્ધ્વ અને અધો બધી દિશા તેમજ વિદિશામાં (બધાંને) બાળે છે.
[૨૫૯] આ અગ્નિ પ્રાણીઓ માટે આઘાતપ્રદ છે, તેમાં કોઈ સંશય નથી, તેથી સંયમી પ્રકાશ અને તાપને માટે અગ્નિનો કિંચિત્‌ પણ આરંભ ન કરે.
[૨૬૦] એ પ્રમાણે અગ્નિને દુર્ગતિવર્ધક દોષ જાણીને સાધુ જાવજ્જીવ અગ્નિકાય સમારંભને તજી દે.

Linked texts (1)