Pramāṇa · Search · About · API

Dasaveyaliya 374

Dasaveyāliya: ṭīkānusārī vivecana 374

Language
Gujarati

374

‘દશવૈકાલિક’ સૂત્ર–૨૬૧ થી ૨૬૪ [૬/૨૬૧ થી ૨૬૪]
[૨૬૧] તીર્થંકરો વાયુના સમારંભને અગ્નિ સમારંભ તુલ્ય જ માને છે. આ સાવદ્ય બહુલ છે. તેથી છ કાયના ત્રાતા સાધુ દ્વારા તે આસેવિત નથી.
[૨૬૨] તેથી સાધુ તાલવૃંતથી, પત્રથી, વૃક્ષની શાખાથી હવા ખાવી (વાયુ કરવો) ન સ્વયં કલ્પે, ન કરાવવો કલ્પે.
[૨૬૩] જે પણ વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ છે, તેના દ્વારા પણ વાયુની ઉદીરણા ન કરે. પરંતુ જયણાપૂર્વક વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણને ધારણ કરે.
[૨૬૪] તેથી વાયુનો દોષ દુર્ગતિવર્ધક જાણીને જીવનપર્યન્ત વાયુકાયના સમારંભનો ત્યાગ કરે.

Linked texts (1)