Pramāṇa · Search · About · API

Dasaveyaliya 375

Dasaveyāliya: ṭīkānusārī vivecana 375

Language
Gujarati

375

વિવેચન–૨૬૧ થી ૨૬૪
હવે દશમા સ્થાનની વિધિને આશ્રીને કહે છે – અનિલ એટલે વાયુનો સમારંભ તાલવૃંતાદિથી કરવો, તેને તીર્થંકરો અગ્નિ સમારંભ સમાન જાણે છે. તે ઘણો ઉપકારી હોવાથી સર્વકાળ તેને સુસાધુ ન આચરે, એમ બુદ્ધો કહે છે. વીંઝણા આદિ સ્વરૂપે - X - સાધુ સ્વયં હવા ખાવા ન ઈચ્છે, બીજા પાસે વીંઝણો ન નંખાવે, વીંજનારની અનુમોદના ન કરે. પોતાના ઉપકરણથી પણ વિરાધના ન કરે તે કહે છે – વસ્ત્રાદિ પૂર્વોક્ત ધર્મોપકરણથી પણ વાયુની ઉદીરણા ન કરે. કઈ રીતે? અજ્વણાથી પડિલેહણાદિ ક્રિયા વડે. પણ પરિભોગ કે ધારણા પરિહારથી જ્વણા કરે. એમ હોવાથી સુસાધુ વાયુનો સમારંભ વર્જે. હવે ૧૧-માં સ્થાનને આશ્રીને વિધિ કહે છે –

Linked texts (1)