Dasaveyaliya 377
Dasaveyāliya: ṭīkānusārī vivecana 377
- Language
- Gujarati
377
વિવેચન–૨૬૫ થી ૨૭૦
વનસ્પતિ આદિ ત્રણ સૂત્રો વનસ્પતિના આલાવાથી જાણવો. તેનાથી ૧૧-મી સ્થાનવિધિ કહી. હવે ૧૨-મી સ્થાનવિધિ કહે છે. ત્રસકાય તે બેઈન્દ્રિયાદિ રૂપ છે, આરંભ પ્રવૃત્તિથી તેની હિંસા ન કરે, મન-વચન-કાયાથી તેનું અહિત ચિંતન કરવા વડે, એ રીતે કરણ આદિ ત્રણ પ્રકારે સુસાધુ હિંસા ન કરે. તેમાં હિંસા દોષ કહે છે – ત્રસકાયની આરંભ પ્રવૃત્તિ આદિ પ્રકારે હિંસા કરે, તો ત્રસને આશ્રીને રહેલા તેના સિવાયના બેઈન્દ્રિય આદિ બીજા પ્રાણી અને પૃથ્વીકાયાદિ સ્થાવરોની હિંસા થાય છે. આ પ્રમાણે દોષને દુર્ગતિ-સંસાર વધારનાર જાણીને જાવજ્જીવ ત્રસકાય આરંભનો ત્યાગ કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit