Pramāṇa · Search · About · API

Dasaveyaliya 378

Dasaveyāliya: ṭīkānusārī vivecana 378

Language
Gujarati

378

‘દશવૈકાલિક’ સૂત્ર–૨૭૧ થી ૨૭૪ [૬/૨૭૧ થી ૨૭૪]
[૨૭૧] જે આહાર આદિ ચાર પદાર્થ ઋષીઓને માટે અકલ્પ્ય છે, તેનું વિવર્જન કરતો સાધુ સંયમનું પાલન કરે.
[૨૭૨] સાધુ-સાધ્વી અકલ્પનીય આહાર, શય્યા, વસ્ત્ર અને પાત્રને ગ્રહણ કરવાની ઈચ્છા ન કરે, કલ્પનીય હોય તો ગ્રહણ કરે.
[૨૭૩] જે સાધુ-સાધ્વી નિત્ય નિમંત્રણા કરીને દેવાતો, ક્રીત, ઔદ્દેશિક અને આહૃત આહાર ગ્રહણ કરે છે, તે પ્રાણી વધને અનુમોદે છે. તેમ મહર્ષીએ કહેલ છે.
[૨૭૪] તેથી ધર્મજીવી સ્થિતાત્મા, નિર્ગ્રન્થ ક્રીતાદિ દોષયુક્ત અશન-પાન આદિનો ત્યાગ કરે.

Linked texts (1)