Dasaveyaliya 379
Dasaveyāliya: ṭīkānusārī vivecana 379
- Language
- Gujarati
379
વિવેચન–૨૭૧ થી ૨૭૪
બારમી સ્થાનવિધિ કહી. છ કાયને પ્રતિપાદિત કર્યા. આના દ્વારા મૂલગુણો કહ્યા. હવે આની વૃત્તિભૂત ઉત્તરગુણનો અવસર છે. તે અકલ્પ આદિ છ ઉત્તરગુણો છે. તેમાં અકલ્પ બે ભેદે છે – શિક્ષક સ્થાપના કલ્પ અને અકલ્પ સ્થાપના કલ્પ. તેમાં શિક્ષક સ્થાપના કલ્પ - તે પિંડનિર્યુક્તિ આદિ ન ભણેલા દ્વારા લવાયેલ આહારાદિ ન કલ્પે. - X - X - અકલ્પ સ્થાપના કલ્પ કહે છે – જે ચાર સંયમકારીત્વથી સાધુને અકલ્પનીય છે, તે આહાર-શય્યા-વસ્ત્ર-પાત્ર, તેને તે વિધિપૂર્વક વર્જે, જો તે અયોગ્યનો ત્યાગ ન કરે તો સત્તર પ્રકારે સંયમ પાળી ન શકે. કેમકે તેના અત્યાગમાં સંયમનો અભાવ છે. આને જ સ્પષ્ટ કરે છે – આહારાદિ ચારે જો અકલ્પ્ય હોય તો તેને ગ્રહણ કરવા ન ઈચ્છે, કલ્પ્ય હોય તો ગ્રહણ કરે.
અકલ્પ્ય ગ્રહણમાં દોષ કહે છે – જે કોઈ દ્રવ્યલિંગધારી દ્રવ્ય સાધુ આદિ નિત્ય આમંત્રિત પિંડ ગ્રહણ કરે છે. તથા ક્રીત, ઔદ્દેશિક, આહૃત જેમ ક્ષુલ્લક આચાર કથામાં કહેલ છે, તેમ તે દ્રવ્ય સાધુ આદિ ત્રસ - સ્થાવર આદિના ઘાતને - દાતાની તેવી પ્રવૃત્તિને અનુમોદે છે. એ પ્રમાણે વર્ધમાન સ્વામીએ કહેલ છે. તેથી આવા અશનાદિ ચારે પણ જે ક્રીત આદિ દોષયુક્ત હોય તેને મહાસત્ત્વી, સંયમૈકજીવી સાધુ તજે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit