Pramāṇa · Search · About · API

Dasaveyaliya 380

Dasaveyāliya: ṭīkānusārī vivecana 380

Language
Gujarati

380

‘દશવૈકાલિક’ સૂત્ર–૨૭૫ થી ૨૭૭ [૬/૨૭૫ થી ૨૭૭]
[૨૭૫] કાંસામાં, કાંસ્યપાત્રમાં, કુંડાકારપાત્રમાં જે સાધુ અશન, પાનઆદિ ખાય-પીવે છે, તે શ્રમણાચારથી પરિભ્રષ્ટ થઈ જાય છે.
[૨૭૬] ગૃહસ્થ દ્વારા તે વાસણોને સચિત્ત જળથી ધોવામાં અને વાસણનું ધોયેલ પાણી ફેંકવામાં જે પ્રાણી નિહત થાય છે, તેમાં તીર્થંકરોએ અસંયમ જોયેલ છે.
[૨૭૭] ગૃહસ્થના વાસણમાં ભોજન કરવાથી કદાચિત્‌ પશ્ચાત્કર્મ અને પુરઃકર્મ દોષ સંભવે છે. તેથી નિર્ગ્રન્થોને ગૃહસ્થના ભાજનમાં ભોજન કરવું ન કલ્પે.

Linked texts (1)