Dasaveyaliya 381
Dasaveyāliya: ṭīkānusārī vivecana 381
- Language
- Gujarati
381
વિવેચન–૨૭૫ થી ૨૭૭
અકલ્પ કહ્યું, તેના અભિધાનથી તેરમાં સ્થાનની વિધિ કહી. હવે ચૌદમાં સ્થાનની વિધિ કહે છે – કાંસાનો કટોરો આદિમાં તિલકાદિમાં, હાથીના પગના આકારના માટીના વાસણમાં અશન, પાનાદિ વાપરતો તે નિર્દોષ ગૌચરી હોય તો પણ સાધુતાથી ભ્રષ્ટ થાય છે. કઈ રીતે? અનંતર કહેલ પાત્રોમાં શ્રમણ ખાય, તો ગૃહસ્થ કાચા પાણીથી તેને ધુએ છે. તેથી સચિત્ત જળથી વાસણ ધોવામાં આરંભ થાય છે. કુંડા આદિમાં ધોયેલ જળના ત્યાગથી અપ્કાયાદિની હિંસાથી થાય છે. કેવળજ્ઞાનીએ જોયેલ છે કે ગૃહસ્થના પાત્રમાં ભોજન કરતાં સાધુને અસંયમ થાય છે. વળી ગૃહસ્થનું વાસણ વાપરતા પહેલાં કે પછી ગૃહસ્થ કાચું પાણી વાપરશે, તેથી - X - X - સાધુને તેનું વાસણ લેવું ન કલ્પે. તે જ કારણે તેવા વાસણમાં ગૌચરી ન કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit