Pramāṇa · Search · About · API

Dasaveyaliya 382

Dasaveyāliya: ṭīkānusārī vivecana 382

Language
Gujarati

382

‘દશવૈકાલિક’ સૂત્ર–૨૭૮ થી ૨૮૦ [૬/૨૭૮ થી ૨૮૦]
[૨૭૮] સાધુ અને સાધ્વી માટે આસંદી, પલંગ, માંચા, આસાલક ઉપર બેસવું કે સૂવું અનાચરિત છે.
[૨૭૯] તીર્થંકર દેવો દ્વારા કથિત આચારનું પાલનકર્તા નિર્ગ્રન્થને બેસવું જ પડે તો પ્રતિલેખન કર્યા વિના આસંદી, પલંગ ઈત્યાદિ ઉપર બેસે કે સૂવે નહીં.
[૨૮૦] આ બધાં શયન, આસન ગંભીર છિદ્રવાળા હોય છે. તેમાં સૂક્ષ્મ પ્રાણીનું પ્રતિલેખન કરવું દુઃશક્ય હોય છે. તેથી આસંદી આદિ ઉપર બેસવું-સૂવું વર્જિત છે.

Linked texts (1)