Dasaveyaliya 383
Dasaveyāliya: ṭīkānusārī vivecana 383
- Language
- Gujarati
383
વિવેચન–૨૭૮ થી ૨૮૦
ગૃહસ્થના પાત્રમાં ભોજનથી થતાં દોષ કહ્યા, તેનાથી ચૌદમી સ્થાન વિધિ કહી.
હવે પંદરમી સ્થાન વિધિ કહે છે – આસંદી આદિ પ્રસિદ્ધ છે. તેમાં આશાલક એટલે અવષ્ટંભ યુક્ત આસન વિશેષ તે સાધુઓને અનાચરિત - ન સેવવા યોગ્ય છે. સાધુને તેમાં બેસવું, સૂવું ઈત્યાદિ ન કલ્પે. કેમકે તેમાં ‘પોલાણ’ હોય છે. તેનો અપવાદ કહે છે – નિષદ્યા - એક આદિ વસ્ત્રરૂપ છે. પીઠક - નેતરની બનેલી. નિર્ગ્રન્થ - સાધુ. ચક્ષુ આદિ વડે પ્રત્યુપેક્ષિત ન હોય, તો બેસવું આદિ ક્રિયા ન કરે. કેવા નિર્ગ્રન્થો? તે કહે છે – તીર્થંકરે કહેલા અનુષ્ઠાનરત. અહીં અપડિલેહિત આસંદી આદિમાં બેસવા આદિનો નિષેધ કરવાથી ધર્મકથાદિમાં અને રાજકુળ આદિમાં પડિલેહણ કર્યા પછી બેસવું આદિની વિધિ કહી છે. તેમાંના દોષ કહે છે – અપ્રકાશવાળા સ્થાનમાં રહેલા પ્રાણીવાળા આસંદી આદિમાં તે જીવો દુષ્પ્રત્યુપેક્ષણીય થાય છે, બેસવા આદિથી તેમને પીડા થાય છે. તે કારણે સાધુઓ તેનો ત્યાગ કરે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit