Dasaveyaliya 384
Dasaveyāliya: ṭīkānusārī vivecana 384
- Language
- Gujarati
384
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૮૧ થી ૨૮૪ [૬/૨૮૧ થી ૨૮૪]
[૨૮૧] ભિક્ષાર્થે પ્રવેશેલ સાધુને (ગૃહસ્થને ઘેર) બેસવું સારું લાગે છે, તે આ પ્રકારના અનાચારને તથા અબોધિરૂપ ફળને પ્રાપ્ત થાય છે.
[૨૮૨] ત્યાં બેસવાથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવામાં વિપત્તિ, પ્રાણીના વધથી સંયમઘાત, ભિક્ષાચરોને અંતરાય અને ઘરનાને ક્રોધ ઉત્પન્ન થાય છે.
[૨૮૩] વળી - બ્રહ્મચર્યની અગુપ્તિ થાય, સ્ત્રીઓ પ્રતિ પણ શંકા ઉપજે છે. તેથી આ કુશીલતા વધારનાર સ્થાનનો સાધુ દૂરથી જ ત્યાગ કરે, અપવાદે -
[૨૮૪] વૃદ્ધત્વગ્રસ્ત, વ્યાધિથી પીડિત અને તપસ્વી એ ત્રણમાંથી કોઈને ગૃહસ્થના ઘેર બેસવું કલ્પે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit