Pramāṇa · Search · About · API

Dasaveyaliya 385

Dasaveyāliya: ṭīkānusārī vivecana 385

Language
Gujarati

385

વિવેચન–૨૮૧ થી ૨૮૪
પલ્યંક સ્થાનવિધિ કહી, તે કહેવાથી પંદરમું સ્થાન કહેવાયું. હવે ૧૬-માં સ્થાનને આશ્રીને કહે છે – ભિક્ષાર્થે પ્રવેશેલ, જેને નિષદ્યા કલ્પે છે, જે સાધુ ઘરમાં બેસવાનું આચરણ કરે છે. તે નિશ્ચે આવા કહેવાનાર લક્ષણરૂપ અનાચારને પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વરૂપ ફળ પામે છે.
હવે અનાચાર કહે છે – આજ્ઞા ખંડન દોષથી બ્રહ્મચર્યની વિપત્તિ થાય, સાધુના આચરણનો પ્રાણીના વધ થાય છે. કેમકે તેના સંબંધથી આધાકર્માદિ કરણ થાય છે. વનીપકોને પ્રતિઘાત થાય. ગૃહસ્થ અને તેના સ્વજનોને સાધુને ક્રોધ થાય છે કે સ્ત્રી સાથે તેને શું સંબંધ છે? તથા સ્ત્રીના ઈન્દ્રિયાદિના અવલોકનથી સાધુને બ્રહ્મચર્યની અગુપ્તિ થાય. તેના વિકસ્વર નેત્રો જોઈને સ્ત્રીઓને તેના ઉપર શંકા થાય છે. ઉક્ત પ્રકારે અસંયમ વૃદ્ધિકારક થાય છે. તેથી આ અનાચારનો દૂરથી જ ત્યાગ કરવો.
સૂત્રમાં અપવાદ કહે છે – ભિક્ષાર્થે પ્રવેશેલ સાધુને ઔચિત્ય થકી એક નિષદ્યા કલ્પે છે, તેને તેના આસેવનમાં દોષ નથી. તો તે નિષદ્યા કોને કલ્પે? અત્યંત વૃદ્ધને, અતિ અશક્તને, વિકૃષ્ટ તપસ્વીને. આ ત્રણે ભિક્ષાટન કરતાં જ નથી. આ સૂત્ર આત્મલબ્ધિક સાધુની અપેક્ષાથી છે. તેમને પ્રાયઃ ઉક્ત દોષો સંભવતા નથી. તે ભિક્ષુકને અંતરાય ન કરે.

Linked texts (1)