Dasaveyaliya 386
Dasaveyāliya: ṭīkānusārī vivecana 386
- Language
- Gujarati
386
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૮૫ થી ૨૮૮ [૬/૨૮૫ થી ૨૮૮]
[૨૮૫] રોગી હોય કે નીરોગી, જે સાધુ સ્નાનને પ્રાર્થે છે, તેના આચારનું અતિક્રમણ થાય છે, તેના સંયમ શૂન્યરૂપ થઈ જાય છે.
[૨૮૬] પોલી ભૂમિ અને ભૂમિની ફાટમાં સૂક્ષ્મ જીવો હોય છે. પ્રાસુક પાણીથી પણ સ્નાન કરનારો ભિક્ષુ તે જીવોને જળથી પ્લાવિત કરી દે છે.
[૨૮૭] તેથી તે સાધુ-સાધ્વી શીતળ કે ઉષ્ણ જળથી સ્નાન ન કરે. તેઓ જાવજ્જીવ ઘોર અસ્નાન વ્રતમાં દૃઢતાથી સ્થિર રહે.
[૨૮૮] સંયમી સાધુ-સાધ્વી સ્નાન અથવા પોતાના શરીરનું ઉબટન કરવા માટે કલ્પ, લોઘ્ર અથવા પદ્મરાગનો કદાપિ ઉપયોગ ન કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit