Pramāṇa · Search · About · API

Dasaveyaliya 387

Dasaveyāliya: ṭīkānusārī vivecana 387

Language
Gujarati

387

વિવેચન–૨૮૫ થી ૨૮૮
નિષદ્યાસ્થાન વિધિ કહી. તે કહેવાથી ૧૬-મું સ્થાન કહેવાયું. હવે ૧૭-મું સ્થાન કહે છે – વ્યાધિગ્રસ્ત કે રોગવિમુક્ત હોય, સ્નાન - અંગ પ્રક્ષાલનને પ્રાર્થે - સેવે. તેનાથી બાહ્યતર રૂપ આચારનું ઉલ્લંઘન થાય. અસ્નાન પરીષહને ન સહેવાથી પ્રાણી રક્ષણાદિ સંયમનો પરિત્યાગ થાય છે. કેમકે અપ્કાય આદિની વિરાધના થાય.
પ્રાસુક જળથી સ્નાન કરવામાં કઈ રીતે સંયમનો ત્યાગ થાય? તે કહે છે – પ્રત્યક્ષ દેખાતા સ્વરૂપવાળા સૂક્ષ્મ બેઈન્દ્રિયાદિ પ્રાણી, પોલાણવાળી ભૂમિમાં કે તેવા પ્રકારની ફાટવાળી ભૂમિમાં સાધુના સ્નાનજળના ઢોળાવાની ક્રિયાથી પ્રાસુક જળથી પણ જીવો ભીંજાઈ જાય છે. તથા તેની વિરાધનાથી સંયમનો ત્યાગ થાય છે.
સૂત્રનો નિષ્કર્ષ કહે છે – ઉક્ત દોષના પ્રસંગથી સાધુઓ સચિત્ત કે ઉષ્ણ જળથી સ્નાન ન કરે. તે સાધુ કેવા છે? આજન્મ દુરનુચર સ્નાન વ્રતને આશ્રીને, તેના કર્તા હોવાથી. સ્નાન - પૂર્વોક્ત અથવા ચંદન કલ્કાદિ, ગંધદ્રવ્ય, કુંકુમકેસર, ચ શબ્દથી અન્ય આવા પ્રકારના ગાત્રના ઉદ્વર્તન નિમિત્તે કદાચિત્‌ પણ ન સેવે. જાવજ્જીવ એ પ્રમાણે ભાવસાધુ રહે.

Linked texts (1)