Dasaveyaliya 389
Dasaveyāliya: ṭīkānusārī vivecana 389
- Language
- Gujarati
389
વિવેચન–૨૮૯ થી ૨૯૧
અસ્નાન વિધિ કહી, તે કહેવાથી સત્તરમું સ્થાન કહ્યું. હવે અઢારમું શોભાવર્જન સ્થાન કહે છે – ‘શોભામાં દોષ નથી૦’ ઈત્યાદિ વચનથી, બીજાની આશંકા માટે કહે છે – નગ્ન - તુચ્છ વસ્ત્રવાળાને ઉપચારથી નગ્ન કહે છે. નિરુપચારિત નગ્ન કે જિનકલ્પિકને એટલે સામાન્યથી દ્રવ્યભાવથી મુંડને, બગલ આદિમાં લાંબા વાળવાળા, હાથ આદિના દીર્ઘ નખવાળા - X - X - X - મૈથુનથી ઉપશાંત થયેલ એવાને વિભૂષાથી શું કામ છે? કંઈ નહીં. આ પ્રયોજનનો અભાવ જણાવીને તેના અપાયો કહે છે –
વિભૂષા નિમિત્તે સાધુ દારુણ કર્મ બાંધે છે. તે રૌદ્ર કર્મના કારણે સંસાર સાગરમાં પડે છે. કેવા? અકુશલાનુબંધથી અત્યંત દીર્ઘ એવા. એ પ્રમાણે બાહ્ય વિભૂષાના અપાયો જણાવી સંકલ્પ વિભૂષાના અપાયને કહે છે – મને આવી વિભૂષા પ્રાપ્ત થાય તેવું ચિત્તમાં થવું. તીર્થંકરો તેને રૌદ્ર કર્મબંધના હેતુભૂત અને ઘણું પાપકારી કહેલ છે. કુશલચિત્તપણાથી આત્મામાં આનંદ માનનારો સાધુ આર્ત્તધ્યાન કરાવનારું આ કૃત્ય કરતાં નથી.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit