Dasaveyaliya 391
Dasaveyāliya: ṭīkānusārī vivecana 391
- Language
- Gujarati
391
વિવેચન–૨૯૨, ૨૯૩
અઢારમું પદ કહ્યું. તે કહેતા ઉત્તરગુણો કહ્યા. હવે ઉક્ત ફળ પ્રદર્શનથી ઉપસંહાર કરતા કહે છે – તે-તે ચિત્તયોગથી આત્માને-શરીરને ક્ષીણ કરી દે છે. ઈત્યાદિ. કેવા જીવને? યથાવત્ દર્શનવાળાને. તેને જ વિશેષથી કહે છે – અનશનાદિ લક્ષણ તપમાં રત. કેવા તપસ્વી? જેને સંયમ અને આર્જવ ગુણો છે તેવા. - X - તેવા પોતાના પૂર્વકૃત્ પાપોને કંપાવી દે છે અને પ્રત્યગ્ર પાપોને તે સાધુ કરતાં નથી. કેમકે તેઓ તેવા અપ્રમત્ત હોય છે. સદા ઉપશાંત અર્થાત્ સર્વકાળે ક્રોધરહિત. સર્વત્ર મમત્વ શૂન્ય, હિરણ્યાદિ મિથ્યાત્વાદિ દ્રવ્યભાવ કિંચનતાથી વિમૂક્ત તે અકિંચન. સ્વવિદ્યા - પરલોકોપકારિણી કેવલ શ્રુતરૂપપણાથી સ્વવિદ્યા વડે યુક્ત, શુદ્ધ પારલૌકિક યશવાળા, ભાવમલ રહિત સાધુ સિદ્ધિને પામે અથવા કર્મો બાકી હોય તો સૌધર્માદિ વિમાનોમાં ઉત્પન્ન થાય છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit