Pramāṇa · Search · About · API

Dasaveyaliya 392

Dasaveyāliya: ṭīkānusārī vivecana 392

Language
Gujarati

392

૦ હવે વાક્‌શુદ્ધિ નામે અધ્યયન કહે છે. તેનો આ સંબંધ છે – અહીં અનંતર અધ્યયનમાં ભિક્ષાર્થે પ્રવેશતા સાધુને સ્વ-આચાર પૂછતાં, તેનો જ્ઞાતા હોવા છતાં મહાજન સમક્ષ તેને વિસ્તારથી ન કહે, પણ ઉપાશ્રયમાં ગુરુ કહેશે તેમ કહેવું એ વાત જણાવી. અહીં બતાવશે કે ધર્મકથા કરનારે પહેલા બોલતાં દોષ અને ગુણ શું થશે, તે જાણીને નિરવદ્ય વચન વડે ઉપદેશ આપવો. કહે છે કે – જે સાધુ સાવદ્ય કે નિરવદ્ય વચનનો ભેદ જાણતો નથી, તેને બોલવાની પણ આજ્ઞા નથી, તો ઉપદેશ ક્યાંથી આપે? આ સંબંધે આ અધ્યયન આવેલ છે - X - તેમાં વાક્યશુદ્ધિ એ દ્વિપદ નામ છે, તેમાં ‘વાક્ય’નો નિક્ષેપ કરતાં કહે છે –

Linked texts (1)