Dasaveyaliya 394
Dasaveyāliya: ṭīkānusārī vivecana 394
- Language
- Gujarati
394
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૭૨, ૨૭૩ + વિવેચન [૭/૨૭૨, ૨૭૩ + વિવેચન]
દ્રવ્યભાષા ત્રણ ભેદે છે – ગ્રહણમાં, નિસર્ગમાં, પરાઘાતમાં. ગ્રહણદ્રવ્ય ભાષા - કાયયોગથી ભાષાદ્રવ્યોનું ગ્રહણ નિસર્ગ૦ - તે જ ભાષા દ્રવ્યોનું વાક્યોગથી બહાર કાઢવું. પરાઘાત૦ - નિસૃષ્ટ ભાષા દ્રવ્યો વડે બીજાને તથા પરિણામ પમાડવા પ્રેરણા કરવાની ક્રિયા. આ ત્રણે ક્રિયાઓ દ્રવ્યયોગના પ્રાધાન્યની વિવક્ષાથી દ્રવ્યભાષા કહેલી છે. ભાવભાષા ત્રણ ભેદે - દ્રવ્ય, શ્રુત, ચારિત્રમાં. તેમાં દ્રવ્યને આશ્રીને ઉપયુક્ત વડે બોલાય તે દ્રવ્યભાવ ભાષા. એ પ્રમાણે શ્રુતાદિમાં પણ કહેવું. આ ત્રણે પ્રકારની ભાષા બોલનારા દ્રવ્યભાવના પ્રધાનપણાની અપેક્ષાથી ભાવભાષા છે અને તે ઓઘથી આરાધની છે. ચ શબ્દથી તે વિરાધના, ઉભય અને અનુભય છે. - X - X - હવે ‘આરાધની’ આદિ ભેદ કહે છે –
પરલોકની પીડા ન થાય તે રીતે વસ્તુને કહે તે આરાધની ભાષા. તે દ્રવ્યવિષયા ભાવભાષા તે અત્ય ભાષા. દ્રવ્યથી કોઈ વિરાધની પણ સત્યભાષા હોઈ શકે. કેમકે પરપીડા સંરક્ષણ ફળ ભાવ આરાધના છે. મૃષા ભાષા વિરાધની છે. તે દ્રવ્યને અન્યથા કહેવું તે વિરાધના. મિશ્ર તે સત્યામૃષા ભાષા. અસત્યામૃષા તે ન આરાધની - ન વિરાધની. આ બધાનું સ્વરૂપ ઉદાહરણોથી સ્પષ્ટ થશે. તેમાં સત્યા ભાષા કહે છે –