Dasaveyaliya 395
Dasaveyāliya: ṭīkānusārī vivecana 395
- Language
- Gujarati
395
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૭૪, ૨૭૫ + વિવેચન [૭/૨૭૪, ૨૭૫ + વિવેચન]
સત્ય વાક્ય દશ પ્રકારે છે – (૧) જનપદ સત્ય - વિવિધ દેશમાં બોલાતી ભાષા, ત્યાં વ્યવહાર ચાલતો હોવાથી તે-તે દેશ માટે તે જનપદ સત્ય છે. (૨) સંમત સત્ય - કુમુદ, કુવલય, ઉત્પલ, તામરસ એ ચારે સમાન કાદવમાં ઉત્પન્ન થાય છે, છતાં અરવિંદને જ પંકજ કહે છે. (૩) સ્થાપના સત્ય - મુદ્રામાં કોતરાતા અક્ષરો, જેમકે આ સો રૂપિયાની નોટ છે. (૪) નામ સત્ય - જેમકે ધનને ન વધારતો છતાં ‘ધનવર્દ્ધન’ નામ હોય. (૫) રૂપસત્ય - ગુણ ન હોવાં છતાં તેવું રૂપ હોય તે. (૬) પ્રતીત્ય સત્ય - અનામિકાનું દીર્ઘત્વ કે હ્રસ્વત્વ - X - (૭) વ્યવહાર સત્ય - અનુદરા કન્યા, જેમ સુંદર કન્યા માટે અથવા ગર્ભ ન રહેતો હોય તેને કહે છે. (૮) ભાવ સત્ય - ધોળો બગલો, પાંચ વર્ણો છતાં શ્વેત વર્ણ મુખ્ય છે માટે (૯) યોગ સત્ય - છત્રના યોગથી છત્રી. (૧૦) ઔપમ્ય સત્ય - સમુદ્ર જેવું તળાવ.
હવે મૃષા વાક્ય કહે છે – (૧) ક્રોધ નિસૃતા - જેમ ક્રોધાભિભૂત પિતા કહે – તું મારો પુત્ર નથી. (૨) માન નિસૃતા - અભિમાનથી જૂઠું બોલે તે. (૩) માયા નિસૃતા - માયાથી અસત્ય. (૪) લોભ નિસૃતા - વાણીયા, લેવા-વેચવાના ભાવ જૂદા બતાવે તે. (૫) પ્રેમ નિસૃતા - રાગથી કહે કે હું તારો દાસ છું. (૬) દ્વેષ નિસૃતા - ઈર્ષ્યાથી જૂઠું બોલે. (૭) હાસ્ય, (૮) ભય, (૯) કથા, (૧૦) ઉપઘાત એ ચારે મૃષા ભાષા એ પ્રમાણે જ સમજી લેવી.