Pramāṇa · Search · About · API

Dasaveyaliya 396

Dasaveyāliya: ṭīkānusārī vivecana 396

Language
Gujarati

396

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૭૬ + વિવેચન [૭/૨૭૬ + વિવેચન]
હવે સત્યામૃષા અર્થાત્‌ મિશ્રા ભાષા કહે છે – (૧) ઉત્પન્ન મિશ્રા - જેમ કોઈ નગરમાં દશ બાળકો જન્મે, તેને ઓછા કે વધું કહે. (૨) વિગત મિશ્રા - એ પ્રમાણે મરણને આશ્રીને પણ મિશ્ર ભાષા જાણવી. (૩) મિશ્રા સત્યામૃષા - જેમાં જન્મ-મરણ બંનેને આશ્રીને મિશ્રા ભાષા બોલાય. (૪) જીવમિશ્રા - જીવતા અને મરેલા કૃમિ હોવા છતાં જીવતા છે તેમ કહેવું. (૫) અજીવમિશ્રા - તે જ રીતે અજીવ વિષયક સત્યામૃષા બોલે. (૬) જીવાજીવ મિશ્રા - અનંત વિષયક જે સત્યામૃષા, જેમકે મૂળ, કંદ, આદિના પાંદડામાં પ્રત્યેક વનસ્પતિના જીવો હોય તે બધાંને અનંતકાય કહેવાથી અનંત મિશ્ર. (૮) પરીત મિશ્રા - અનંત મિશ્રાની જેમ અહીં પ્રત્યેક કહે. (૯) અદ્ધામિશ્રા - કાળ વિષયક સત્યામૃષા, જેમકે રાત્રિના પહેલાં પ્રહરે અડધી રાત થઈ ગઈ તેમ કહેવું. (૧૦) અદ્ધદ્ધ મિશ્રા - દિવસ અને રાત્રિનો એક ભાગ, તે સંબંધમાં મિશ્ર વાક્ય બોલવું તે૦ હવે અસત્યામૃષા ભાષા કહે છે –