Pramāṇa · Search · About · API

Dasaveyaliya 398

Dasaveyāliya: ṭīkānusārī vivecana 398

Language
Gujarati

398

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૭૯ થી ૨૮૧ + વિવેચન [૭/૨૭૯ થી ૨૮૧ + વિવેચન]
સત્ય આદિ ભેદવાળી બધી ભાષા બે ભેદે છે – પર્યાપ્ત અને અપર્યાપ્ત એક પક્ષમાં સત્યા કે અસત્યા સ્થપાય તે પર્યાપ્તા, તે વ્યવહાર સાદની છે. તેથી વિપરીત તે અપર્યાપ્તા. જેમાં સત્યામૃષા અને અસત્યામૃષા ભાષા આવે, જે સ્વવિષયક વ્યવહાર સાદતી નથી. દ્રવ્યભાવ ભાષા કહી, હવે શ્રુતભાવ ભાષા કહે છે –
શ્રુતધર્મ વિષયક ભાવભાષા ત્રણ ભેદે છે – સત્યા, મૃષા અને અસત્યામૃષા. સમ્યગ્‌દૃષ્ટિ જ આગમમાં ઉપયુક્ત થઈ બોલે તે સત્ય. તે જ સમ્યગ્‌દૃષ્ટિ જીવ આગમમાં ઉપયોગ વિના પ્રમાદાદિથી જે કંઈ યુક્તિરહિત બોલે તે મૃષા ભાષા. - X - મિથ્યાદૃષ્ટિ પણ તે પ્રમાણે ઉપયુક્ત કે અનુપયુક્ત થઈને બોલે તે મૃષા જ છે. - X