Pramāṇa · Search · About · API

Dasaveyaliya 399

Dasaveyāliya: ṭīkānusārī vivecana 399

Language
Gujarati

399

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૮૨, ૨૮૩ + વિવેચન [૭/૨૮૨, ૨૮૩ + વિવેચન]
અસત્યામૃષા તે આગમની જે પરાવર્તના કરવી, તેની આમંત્રણી આદિ ભાષાના રૂપપણે હોવાથી તે જ છે. પણ અવધિજ્ઞાન આદિ ત્રણમાં જે ઉપયોગ રાખતો બોલે તે અસત્યામૃષા જાણવી. કેમકે આમંત્રણી ભાષા માફક તેવા અધ્યવસાયમાં તેની પ્રવૃત્તિ છે. હવે ચારિત્ર વિષયક ભાષા કહે છે –
સત્યા અને મૃષામાં ચારિત્ર વિષયમાં બે જ ભાષાઓ જાણવી. ચારિત્ર પરિણામ વાળાને તેની વૃદ્ધિના નિબંધન રૂપ ભાષા તે દ્રવ્યથી અને બીજી ભાવમાં હોય છે. તે સત્યભાષા છે, કેમકે સજ્જનોનું હિત કરે છે. મૃષા તે ચારિત્ર રહિતની તેની વૃદ્ધિના નિબંધનરૂપ જાણવી૦ હવે શુદ્ધિ કહે છે –