Pramāṇa · Search · About · API

Dasaveyaliya 400

Dasaveyāliya: ṭīkānusārī vivecana 400

Language
Gujarati

400

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૮૪ થી ૨૮૮ + વિવેચન [૭/૨૮૪ થી ૨૮૮ + વિવેચન]
શુદ્ધિ ચાર પ્રકારે – નામશુદ્ધિ, સ્થાપનાશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ. આ પ્રત્યેકની પ્રરૂપણા કરવી. તેમાં પહેલાં બે છોડીને હવે દ્રવ્ય-શુદ્ધિ કહે છે – દ્રવ્યશુદ્ધિ ત્રણ ભેદે છે. તદ્‌દ્રવ્યશુદ્ધિ, આદેશ દ્રવ્યશુદ્ધિ અને પ્રાધાન્ય દ્રવ્યશુદ્ધિ. (૧) જે દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે જોડાયા વિના શુદ્ધ થાય તે તદ્‌દ્રવ્યશુદ્ધિ. (૨) આદેશથી મિશ્ર થાય તે આદેશ દ્રવ્યશુદ્ધિ, બે ભેદે છે – અન્યત્વથી અને અનન્યત્વથી. અન્યત્વ - જેમકે શુદ્ધ વસ્ત્રધારી દેવદત્ત. અનન્યત્વ - જેમકે, શુદ્ધ દાંતવાળો દેવદત્ત. હવે પ્રાધાન્ય દ્રવ્યશુદ્ધિ કહે છે – વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં જે મનોજ્ઞતા એટલે કમનીયતા કે યથાભિપ્રાય અનુકૂળતા તે પ્રાધાન્ય શુદ્ધિ. જેમકે પ્રાયઃ સફેદ વર્ણ, મધુર રસ આદિ સૌને ગમે છે. - X - હવે ભાવશુદ્ધિ –
ભાવશુદ્ધિ પણ ત્રણ ભેદે છે – (૧) તે જ ભાવમાં તે તદ્ભાવશુદ્ધિ. આદેશથી તે આદેશ ભાવશુદ્ધિ, પ્રાધાન્યથી તે પ્રાધાન્ય ભાવશુદ્ધિ. તેમાં અનન્યભાવશુદ્ધિ તે તદ્ભાવશુદ્ધિ - જેમાં બીજા ભાવની સહાય ન હોય. જેમકે ભૂખ્યાને અન્નનો અભિલાષ થાય. આદેશ મિશ્રા શુદ્ધિ તે અન્યાન્ય વિષયા છે. અહીં બે ભેદ છે – અન્યત્વ અને અનન્યત્વથી. - X - હવે પ્રધાન ભાવશુદ્ધિ કહે છે –
દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ સંબંધી જે વિશુદ્ધિ તે પ્રાધાન્ય આદેશ છે. આ દર્શનાદિના આદિશ્યતામાં પ્રધાન, તે પ્રધાનભાવ શુદ્ધિ. દર્શનાદિમાં ક્ષાયિક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ પ્રધાન ભાવશુદ્ધિ. આ ચારેના પ્રભાવે સાધુ કર્મમળથી વિશુદ્ધ થાય છે તેથી તેને પ્રધાન ભાવશુદ્ધિ કહે છે. તે વિશુદ્ધિ થતાં મુક્ત થાય છે. શુદ્ધિ કહી. ભાવશુદ્ધિ વડે અહીં અધિકાર છે, તે વાક્યશુદ્ધિથી થાય છે.