Pramāṇa · Search · About · API

Dasaveyaliya 401

Dasaveyāliya: ṭīkānusārī vivecana 401

Language
Gujarati

401

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૮૯ થી ૨૯૩ + વિવેચન [૭/૨૮૯ થી ૨૯૩ + વિવેચન]
જેનાથી વાક્ય શુદ્ધ બોલાય, તેનાથી સંયમની શુદ્ધિ થાય છે. શુદ્ધિ એટલે નિર્મળ થવું, પણ હિંસા અર્થ ન લેવો. આત્મામાં કલુષભાવ જે દુષ્ટ અભિસંધિરૂપ છે, તે ન લેવો. તે કારણે આ પ્રવચનમાં ભાવશુદ્ધિનું નિમિત્ત વાક્યશુદ્ધિ છે, તેથી તેમાં પ્રવર્તન કરવું.
વચન-વિભક્તિમાં કુશળ એટલે બોલવા યોગ્ય અને ન બોલવા યોગ્ય એ બે પ્રકારે જાણનારો, તે પ્રમાણે બોલીને સંયમમાં વર્તનારો અને અહિંસાપ્રવૃત્ત ચિત્તવાળો છે. તેણે - X - ખરાબ વાક્યનું જ્ઞાન મેળવવા પણ પ્રયત્ન કરવો, જેથી ખરાબ વચન બોલવાથી વિરાધના થાય તો પરલોકમાં પીડા થાય તે ખ્યાલ રહે. - X - X -
વચન-વિભક્તિમાં અકુશળ એટલે આ બોલવું કે ન બોલવું તેનાથી અજાણ. તે ઉત્સર્ગાદિ ભેદથી અજાણ્યો, જો કંઈ ન બોલીને મૌન રહે, તો વાક્‌ગુપ્તિ ન પામે. તેથી વિપરીત વચન-વિભક્તિનો જ્ઞાતા, ઉત્સર્ગાદિ ભેદ વચનને જાણનારો આખો દિવસ બોલવા છતાં સિદ્ધાંત વિધિથી બોલતો વાગ્‌ગુપ્ત જ છે. હવે વચન વિભક્તિમાં જે કુશળ છે, તેની ઓઘથી વચનવિધિ કહે છે –
વચન ઉચ્ચારણ કાલે બુદ્ધિ વડે વિચારીને પછી બોલે. જેથી મારું વચન કોઈને પીડાકારી ન થાઓ - X - બુદ્ધિને અનુસારીને વિચારીને બોલે૦ હવે સૂત્ર આલાપકનો અવસર છે. તેથી સૂત્ર કહે છે –