Dasaveyaliya 402
Dasaveyāliya: ṭīkānusārī vivecana 402
- Language
- Gujarati
402
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૯૪ થી ૨૯૭ [૭/૨૯૪ થી ૨૯૭]
[૨૯૪] પ્રજ્ઞાવાન્ સાધુ ચારે ભાષાઓને બધાં પ્રકારે જાણીને બે ઉત્તમ ભાષાનો શુદ્ધ પ્રયોગ કરવો શીખે અને બે ભાષાઓ સર્વથા ન બોલે.
[૨૯૫] જે ભાષા સત્ય પણ અવક્તવ્ય છે, જે સત્યામૃષા અને મૃષા છે તથા જે અસત્યામૃષા છે પણ તીર્થંકર દેવો દ્વારા અનાચીર્ણ છે, તેને પણ પ્રજ્ઞાવાન્ સાધુ ન બોલે.
[૨૯૬] જે અસત્યામૃષા અને સત્યભાષા અનવદ્ય, અકર્કશ અને અસંદિગ્ધ છે, તેને સમ્યક્ પ્રકારે વિચારીને બોલે.
[૨૯૭] સત્યામૃષા ભાષા પણ ન બોલે, જેનો અર્થ આમ છે કે બીજો? એ પ્રમાણે સંદિગ્ધ હોય.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit