Dasaveyaliya 403
Dasaveyāliya: ṭīkānusārī vivecana 403
- Language
- Gujarati
403
વિવેચન–૨૯૪ થી ૨૯૭
ભાષા ચાર ભેદે જ છે. તેના સિવાયની કોઈ ભાષા નથી. સત્યાદિ ભાષાને બધાં પ્રકારોથી જાણીને બુદ્ધિમાન સાધુ સત્યા અને અસત્યા-મૃષા બે જ ભાષા બોલે. શુદ્ધ પ્રયોગમાં જેના વડે કર્મો ઓછાં થાય તે જ વિનય, એમ જાણી પહેલી બે ભાષા બોલે. પણ મૃષા કે સત્યામૃષા ભાષા સર્વથા ન બોલે.
તે વિનયને જ કહે છે – જે સત્યા ભાષા છે, તે પદાર્થના તત્ત્વ અંગીકાર કરીને સાવદ્યપણે હોય તે ન બોલવી. - X - સત્યામૃષા, જેમકે દશ બાળકો જનમ્યા આદિ, મૃષા ભાષા સંપૂર્ણપણે અને જે તીર્થંકર ગણધરો વડે અનાચરિત અસત્યામૃષા ભાષા પણ અવિધિપૂર્વક સ્વરાદિ પ્રકારથી પ્રજ્ઞાવાન સાધુ ન બોલે.
ન બોલવા યોગ્ય ભાષા કહી, હવે બોલવા યોગ્ય ભાષા કહે છે – અસત્યામૃષા અને સત્યા ભાષા, તે પણ સાવદ્ય અને કર્કશ હોઈ શકે, તેથી કહે છે – અપાય અને અતિશય ઉક્તિથી મત્સર રહિત સ્વપર ઉપકારી ભાષા બુદ્ધિથી વિચારીને, સંદેહ રહિત, વિના વિલંબે બીજા સમજે તેવી ભાષામાં પ્રજ્ઞાવાન્ સાધુ બોલે.
હવે સત્યા તથા અસત્યામૃષા ભાષાના પ્રતિષેધાર્થે કહે છે - X - જે વચન વડે મોક્ષ, જે શાશ્વત છે, તેને નીચું પાડે એટલે સાધુને મોક્ષગુણ પામવા ન દે, તેવું કર્કશ અને સાવદ્ય વાચન જે સત્યામૃષા છે, તે ન બોલે અને તે વચન સત્ય હોય તો પણ ન બોલે. (શંકા) સત્યામૃષા ના નિષેધથી તેવી સત્યાભાષાનું સાવદ્યત્વ પણ સમજાઈ જાય છે, તો અલગ કેમ કહ્યું? મોક્ષ પીડાકર એવું સૂક્ષ્મ પણ અર્થને સ્વીકારીને કોઈપણ ભાષા ન બોલવી, તેવો અતિશય બતાવે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit