Dasaveyaliya 405
Dasaveyāliya: ṭīkānusārī vivecana 405
- Language
- Gujarati
405
વિવેચન–૨૯૮ થી ૩૦૦
હવે મૃષાભાષા સંરક્ષણાર્થે કહે છે – અતથ્ય વસ્તુ મૂર્તિ રૂપે બોલે અર્થાત્ પુરુષ વેશમાં રહેલી સ્ત્રી, પુરુષની ભાષા બોલતી હોય, ત્યારે કોઈ જ્ઞાતા કહે કે આ સ્ત્રી ગાય છે કે આવે છે. આવું બોલનારને બોલવાના સમયે જ જૂઠ બોલવાનું પાપ બંધાઈ જાય છે. તો જાણીને જીવોપઘાત-કારી ભાષા બોલનારને કેટલો દોષ લાગે? તે અમૂર્ત વસ્તુ અંગીકાર કરીને બોલતો પણ બંધાય છે. જેમકે – અમે કાલે અહીંથી જઈશું જ૦ ઈત્યાદિ - X - જે ભાષા - X - ભવિષ્યકાળ વિષયક હોય, તેમાં અંતર્મુહૂર્ત્તાદિ ઘણાં વિઘ્નપણે છે. તેથી તે ભાષા ત્રણે કાળમાં શંકાવાળી છે. - X - X - એ પ્રમાણે જે આવી શંકિતા ભાષા છે, તેનો પણ ધીર પુરુષ ત્યાગ કરે. કેમકે જો ખોટું પડે તો જૂઠનો દોષ લાગે અને વિઘ્ન થતાં ન જવાય તો ગૃહસ્થો નિંદા કરે. તેથી સાધુએ અવસર મુજબ જ બોલવું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit