Dasaveyaliya 408
Dasaveyāliya: ṭīkānusārī vivecana 408
- Language
- Gujarati
408
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૦૪ થી ૩૧૩ [૭/૩૦૪ થી ૩૧૩]
[૩૦૪ થી ૩૦૬] તે પ્રમાણે જે ભાષા કઠોર હોય, ઘણાં પ્રાણીનો ઘાત કરનારી હોય, તે સત્ય હોય તો પણ ન બોલવી, તેનાથી પાપકર્મનો બંધ થાય છે. એ પ્રમાણે કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને રોગી, ચોરને ચોર ન કહે. ઉક્ત અર્થથી કે બીજા એવા અર્થથી કોઈ પ્રાણી પીડિત થાય છે, તે અર્થને આચાર સંબંધી ભાવદોષને જાણનાર પ્રજ્ઞાવાન સાધુ કદાપિ ન બોલે.
[૩૦૭] એ પ્રમાણે જ પ્રજ્ઞાવાન સાધુ રે ગોલ! રે હોલ! ઓ કૂતરા! હે ભિખારી! ઈત્યાદિ ન બોલે.
[૩૦૮ થી ૩૧૦] સ્ત્રીને હે દાદી! હે નાની! હે માં! હે માસી! હે પુત્રી! એમ ન બોલાવે. તથા હે હાલા! હે હલે! હે અન્ને! હે ભટ્ટે! હે ગોલે! એવા શબ્દોથી પણ ન બોલાવે. પરંતુ યથાયોગ્ય ગુણ, દોષ, વય આદિનો વિચાર કરીને એકવાર કે વારંવાર તેણીને તેના નામ કે ગોત્રથી આમંત્રિત કરે.
[૩૧૧ થી ૩૧૩] પુરુષને હે દાદા! હે નાના! હે પરદાદા! હે પિતા! હે કાકા! હે મામા! ઈત્યાદિ નામોથી કે હે હલ! હે અન્ન! હે ભટ્ટ! હે સ્વામી! હે હોલ! હે ગોલ! હે વૃષલ! એવા શબ્દોથી આમંત્રિત ન કરે. પરંતુ યથાયોગ્ય ગુણ, દોષ, વય આદિનો વિચાર કરી એકવાર કે વારંવાર તેમના નામ કે ગોત્રથી બોલાવે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit