Pramāṇa · Search · About · API

Dasaveyaliya 409

Dasaveyāliya: ṭīkānusārī vivecana 409

Language
Gujarati

409

વિવેચન–૩૦૪ થી ૩૧૩
તે પ્રમાણે જ નિષ્ઠુર, ભાવ સ્નેહરહિત, મહાભૂતોપઘાતવતી ભાષા ન બોલે. જેમ કોઈ કુળપુત્રને કહેવું કે તું દાસ છો. એ પ્રમાણે બહારથી સત્ય દેખાતી, તેવા ભાવવાળી ભાષા ન બોલવી કે જે ભાષાથી અકુશલ બંધ થાય છે. તે પ્રમાણે કાણાંને કાણો ઈત્યાદિ ન કહેવો. કેમકે તેનાથી અપ્રીતિ, લજ્જાનાશ, સ્થિર રોગબુદ્ધિ આદિ વિરાધનાદિ દોષ સંભવે છે. એ પ્રમાણે બીજું કંઈપણ બોલતા તે બીજો દુઃખ પામે. તેવા કોઈપણ પ્રકારે બીજાનું મન દુઃખાતું હોય તો આચારભાવના દોષને જાણનારો, મર્યાદાવર્તી સાધુ ન બોલે. તે પ્રમાણે હોલ, ગોલ ઈત્યાદિ ભાષા પણ પ્રજ્ઞાવાન્‌ સાધુ ન બોલે. આ હોલાદિ શબ્દો તે-તે દેશ પ્રસિદ્ધ નૈષ્ઠુર્યાદિ વાચક શબ્દો હોવાથી તેનો પ્રતિષેધ કર્યો. એ પ્રમાણે સ્ત્રી-પુરુષનો સામાન્યથી ભાષણ પ્રતિષેધ કરીને હવે સ્ત્રીને આશ્રીને કહે છે –
હે આર્યિકા, હે અંબા ઈત્યાદિ આ આમંત્રણ વચનો છે, બાકી સૂત્રાર્થમાં કહ્યું છે. વળી હે હલે! હે ભટ્ટે! તથા હે ગોલે! આ બધાં વિવિધ દેશની અપેક્ષાથી આમંત્રણ વચનો છે, જે ખુશામતના કે તોછડાઈના વચનો છે. તેથી સ્ત્રીઓને આવા શબ્દોથી આમંત્રવી નહીં. એ રીતે બોલાવતા તેણીને પ્રેમ કે દ્વેષ થાય અને પ્રવચનની લાઘવતા થાય છે. જો તેમ ન બોલાવે, તો કેમ બોલાવે? કારણવશાત્‌ તેણીને નામથી બોલાવે. નામ ન આવડે તો ગોત્રથી બોલાવે. વય, દેશ, ઐશ્વર્યાદિ અપેક્ષાથી ગુણ-દોષ વિચારીને બોલાવે. - X - X - અથવા લોકોપઘાત ન થાય, તેમ બોલાવે. સ્ત્રીને આશ્રીને આલાપના કહી, હવે પુરુષને આશ્રીને કેમ બોલાવે? તે કહે છે
હે આર્યક! હે પ્રાર્યક! ઈત્યાદિ. ભાવાર્થ સ્ત્રીઓની માફક જ જાણવો. હે હલ! હે ભર્તા! હે ગોલ! ઈત્યાદિ સંબોધન વડે પુરુષને ન બોલાવે. અહીં પણ ભાવાર્થ આદિ પૂર્વવત્‌ જાણવું.

Linked texts (1)