Dasaveyaliya 411
Dasaveyāliya: ṭīkānusārī vivecana 411
- Language
- Gujarati
411
વિવેચન–૩૧૪ થી ૩૧૮
હવે પંચેન્દ્રિય તિર્યંચને આશ્રીને બોલવાની વિધિ કહે છે – ગાય આદિ પ્રાણીને માર્ગમાં રહેલ જોઈને આ ગાય જ છે, બળદ નથી, એમ વિશેષથી જાણ્યા વિના ન બોલે.
માર્ગમાં પ્રશ્નાદિ પ્રયોજન ઉત્પન્ન થતાં જાતિને આશ્રીને બોલે. જેમકે ગોરૂપ જાતિ આદિ. અન્યથા વિપરીત લિંગે બોલાતા મૃષાવાદનો દોષ લાગે. ગોવાળને પણ દ્વેષ થાય. અહીં આક્ષેપ-પરિહાર કહે છે –
(શંકા) જો લિંગભેદથી દોષ લાગે તો પૃથ્વી વગેરે નપુંસક હોવા છતાં કેમ પુરુષ કે સ્ત્રી નિર્દેશ પ્રવર્તે છે. જેમકે પથ્થર, માટી, કરક, જ્વાલા, મુર્મુર, કૃમિ, જળો, કીડી, ભ્રમર ઈત્યાદિ? આચાર્ય કહે છે – જનપદ સત્ય અને વ્યવહાર સત્યથી એમ કહેવામાં દોષ નથી. પરંતુ પંચેન્દ્રિયોમાં આ વાત સ્વીકાર્ય નથી. ગોવાળ આદિ પણ આ ભેદો જાણે છે, તેની વિપરીત બોલવાથી તેમને સાધુ પ્રત્યે અપ્રીતિ જન્મે છે.
તે પ્રમાણે મનુષ્યમાં વૃદ્ધ આદિ હોય, પશુમાં બકરો, પક્ષીમાં હંસ આદિ, સરિસૃપાદિમાં, આ અત્યંત માંસલ છે, પ્રકર્ષથી મેદવાળા છે. વધયોગ્ય કે પકાવવા યોગ્ય છે, ઈત્યાદિ ન બોલે. તેનાથી અપ્રીતિ, અવ્યાપત્તિ, આશંકાદિ દોષ થાય છે. કારણ ઉત્પન્ન થાય તો આમ બોલે – આ શરીરે સ્થૂળ છે ઈત્યાદિ - X - X - બોલે. પણ અન્ય ભાષાનો ત્યાગ કરે.
તે પ્રમાણે ગાયોને દોહવાનો સમય થયો છે, ગોધલા નાથવા યોગ્ય છે, રથમાં જોડવા યોગ્ય છે, ઈત્યાદિ ભાષા ન બોલે. કેમકે તેથી અધિકરણ અને લાઘવ આદિ દોષ લાગે. કારણે બોલવું જ પડે તો - આ ગોધો યુવાન છે, કે નાનો છે અથવા ગાય રસદા છે ઈત્યાદિ સૂત્રાર્થમાં કહ્યા પ્રમાણે બોલે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit