Pramāṇa · Search · About · API

Dasaveyaliya 412

Dasaveyāliya: ṭīkānusārī vivecana 412

Language
Gujarati

412

‘દશવૈકાલિક’ સૂત્ર–૩૧૯ થી ૩૨૮ [૭/૩૧૯ થી ૩૨૮]
[૩૧૯ થી ૩૨૨] આ પ્રકારે ઉદ્યાનમાં, પર્વતો પર, વનોમાં જઈને મોટા વૃક્ષોને જોઈને પ્રજ્ઞાવાન સાધુ આમ ન બોલે કે આ વૃક્ષ પ્રાસાદ, સ્તંભ, તોરણ, ઘર, પરિઘ, અર્ગલા, નૌકા, જલકુંડી યોગ્ય છે. પીઠ, કાષ્ઠપત્ર, હળ, મયિક, યંત્રયષ્ટિ, ગાડીના પૈડાની નાભિ કે ગંડિકા માટે આ કાષ્ઠ ઉપયુક્ત થઈ શકે, તેમ ન બોલે. આસન, શયન, યાન અને ઉપાશ્રય માટે ઉપયુક્ત કોઈ કાષ્ઠ છે - એવી ભૂતોપઘાતી ભાષા પ્રજ્ઞાસંપન્ન સાધુ ન બોલે.
[૩૨૩, ૩૨૪] કારણવશ ઉદ્યાન, પર્વત કે વનોમાં હોય તો તે પ્રજ્ઞાવાન સાધુ ત્યાંના મોટા વૃક્ષ જોઈને એમ બોલે કે – આ વૃક્ષો ઉત્તમ જાતિના, દીર્ઘ, ગોળ, મહાલય, શાખા અને પ્રશાખાવાળા, દર્શનીય કહે.
[૩૨૫, ૩૨૬] તથા આ ફળ પરિપક્વ થયા છે, પકાવીને ખાદ્ય છે, એ પ્રમાણે સાધુ-સાધ્વી ન બોલે. તથા આ ફળ કાલોચિત છે, તેમાં ગોટલી બંધાણી નથી, આ બે ટૂકડા કરવા યોગ્ય છે, આ પ્રમાણે પણ ન બોલે. બોલવું જ પડે તો આ વૃક્ષ ફલોનો ભાર સહન કરવા અસમર્થ છે, બહુ નિર્વર્તિત ફળવાળા છે, બહુ સંભૂત કે ભૂતરૂપ છે, એમ બોલે.
[૩૨૭, ૩૨૮] એ પ્રમાણે ધાન્ય-ઔષધિ પાકી ગઈ છે, લીલી કે છાલવાળી છે, કાપવા કે ભુંજવા કે શેકીને ખાવા યોગ્ય છે, તેમ ન કહે. જો પ્રયોજનવશ બોલવું જ પડે તો આ ઔષધિઓ અંકુરિત, પ્રાયઃ નિષ્પન્ન, સ્થિરીભૂત, ઉપઘાતથી પાર થઈ શકે છે. કર્ણ ગર્ભમાં છે કે બહાર નીકળેલ છે. અથવા પરિપક્વ બીજવાળા થયા છે, તેમ બોલે.

Linked texts (1)