Dasaveyaliya 413
Dasaveyāliya: ṭīkānusārī vivecana 413
- Language
- Gujarati
413
વિવેચન–૩૧૯ થી ૩૨૮
સૂત્રાર્થ કહેલ જ છે. અહીં માત્ર વિશેષ વૃત્તિ જ નોંધીએ છીએ. ઉદ્યાન - જનક્રીડા સ્થાન, મહત્ - મોટા પ્રમાણવાળા, પ્રજ્ઞાવાન્ - સાધુ. અલં - (આ વૃક્ષો) પર્યાપ્ત છે. કોના માટે? પ્રાસાદાદિ બનાવવા માટે. અહીં એક સ્તંભવાળો તે પ્રાસાદ. સ્તંભ તે થાંભલો. તોરણ - નગરના તોરણ, ગૃહ - કુટિર. પરિઘ - નગરના દ્વારમાં, અર્ગલા-ગોપૂરકના પાટાદિનો આગળીયો. ઉદકદ્રોણી-અરહટ્ટની જલધારિકા.ચંગબેર-કાષ્ઠપાત્રી, નંગલ- હળ
મયિક - વાવેલ બીજોનું આચ્છાદન. નામિ - શકી, રથ કે ગંડિકાના ચક્રનો મધ્યભાગ. ગંડિકા - સોનીની અધિકરણી કે સ્થાપની. આસન - આસંદક, શયન - પલ્યંકાદિ. યાન - યુગ્ય આદિ, ઉપાશ્રય - વસતિ કે દ્વાર પાત્રાદિમાં આ વૃક્ષો યોગ્ય છે. આવી સત્વોને પીડાકારી ભાષા પ્રજ્ઞાવાન સાધુ ન બોલે. તેનાથી તે વનસ્વામી વ્યંતરાદિ કોપ પામે, વૃક્ષ છેદનની અનુમોદનાનું પાપ લાગે, સાધુઓને બોલવાનું ભાન નથી તેમ કહે.
અહીં વિધિ કહે છે – સૂત્રાર્થમાં કહ્યા મુજબ પૂર્વવત્ બોલે. જાતિમંત - ઉત્તમ જાતિના અશોકાદિ, દીર્ઘ - નાળિયેરી આદિ, વૃત્ત - નંદિ વૃક્ષાદિ, મહાલય - વડ આદિ. પ્રજાત શાખા - ઉત્પન્ન ડાળોવાળા વિટપિન - પ્રશાખાવાળા કે દર્શનીય કહે. એ પણ પ્રયોજન હોય, ત્યાં વિશ્રાંતિ લેવા બેઠો હોય તે સાધુએ, બીજા કોઈને માર્ગ બતાવવા કહેવું પડે ત્યારે બોલે, તે સિવાય નહીં.
હવે ફળને આશ્રીને સૂત્ર કહે છે – ફલ - આમ્રફળ, પક્વ - પાકેલા, પાકખાદ્ય - ગોટલી બંધાયેલ, ખાડા નાંખીને કોદરા કે પરોળ નાંખીને પકાવીને ખાવા યોગ્ય ઈત્યાદિ ન બોલે. અતિશય પાકથી ગ્રહણ કાળીને યોગ્ય છે, અસ્થિ બંધાયા નથી - કોમળ છે, પેશી વગેરે બે ફાડચાં કરવા યોગ્ય છે ઈત્યાદિ ન બોલે. તેમાં ફળનો નાશ થવો કે ગૃહસ્થ તેમાં વધુ મહેનત કરે કે સાધુને અનુમોદનાનું પાપ લાગે ઈત્યાદિ દોષો લાગે.
જો બોલવાનું પ્રયોજન હોય તો એમ કહે કે – અતિ ભારથી આ વૃક્ષો ફળોને ધારણ કરવા સમર્થ નથી, ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. વિશેષ એ કે – બહુ નિર્વર્તિત એટલે જેના ઠળીયા બંધાયા છે તેવા ફળો. આના વડે પાકીને ખાવા યોગ્ય છે તેમ કહ્યું. બહુ સંભૂત - અતિશય પાકેલાં હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે. આના વડે ‘વેળા’નો ઉચિતાર્થ કહ્યો. ભૂતરૂપ - અબદ્ધ ઠળીયાવાળા અર્થાત્ કોમળ ફળ રૂપ, આના વડે ટાલાદિ અર્થ કહ્યો.
ઔષધિ - શાલિ આદિ રૂપ, નીલાચ્છવયઃ થી વાલ, ચોળા આદિ ફળ લક્ષણ કહ્યા. તેને લણવા યોગ્ય આદિ કહેવામાં પૂર્વવત્ દોષો થાય છે. પ્રયોજન કે માર્ગ દેખાડવાદિમાં આ પ્રમાણે કહે – રૂઢ એટલે ઉગેલા, બહુસંભૂત - નિષ્પન્નપ્રાય, સ્થિર - નિષ્પન્ન, ઉત્સૃત - ઉપઘાતથી નીકળેલ, ગર્ભિત - શીર્ષ ન નીકળેલ, પ્રસૂત - શીર્ષ નીકળેલ ઈત્યાદિ બોલે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit