Dasaveyaliya 417
Dasaveyāliya: ṭīkānusārī vivecana 417
- Language
- Gujarati
417
વિવેચન–૩૩૧ થી ૩૩૩
વાગ્વિધિનો પ્રતિષેધ અધિકાર જ કહે છે – નદી પૂર્ણ ભરેલી ન કહેવી, કેમકે તેથી તેમાં ઉતરતા માણસો પાછા ઘેર જશે. કાય તરણીયા - શરીર તરણ યોગ્યા, એમ ન કહે. કેમકે સાધુ વચનને માંગલિક સમજી, લોકો તેમાં પ્રવર્તશે, નાવથી ઉતરવા યોગ્ય છે, એવું ન બોલે, કેમકે તેથી બીજી રીતે જવામાં વિઘ્ન થશે, તેમ સમજીને તેમાં પ્રવર્તશે. તેવું જ પાણી પી શકાય તેવો કિનારો બોલવામાં જાણવું. પ્રયોજન હોય તો સાધુ શું બોલે? ઘણી ભરેલી નદી ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. વિસ્તીર્ણોદક - પોતાના તટને પલાળવામાં પ્રવૃત્ત જળવાળી. ઈત્યાદિ ભાષા સાધુ બોલે. કેમકે આવેલો કોઈ કંઈ પૂછે, ત્યારે ‘હું નથી જાણતો’ તેમ કહે, તો પ્રત્યક્ષ મૃષાવાદીત્વથી ગૃહસ્થને દ્વેષ આદિ થાય. વાગ્વિધિ પ્રતિષેધ અધિકારથી જ આ કહે છે – સાવદ્ય વ્યાપારનું વચન પારકાને માટે ત્રણે કાળ સંબંધી, જાણીને ન બોલે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit