Dasaveyaliya 419
Dasaveyāliya: ṭīkānusārī vivecana 419
- Language
- Gujarati
419
વિવેચન–૩૩૪, ૩૩૫
ત્યાં રહીને આ પ્રમાણે ન બોલે – સભાની બાંધણી સારી છે. સહસ્રપાકાદિ સુષ્ઠુ પક્વ છે. વનાદિ સારી રીતે છેદ્યા છે, ક્ષુદ્રનું ધન સારી રીતે હરાયું છે, દુશ્મન મર્યો તે ઠીક થયું, અભિમાનીનું ધન ઠીક વપરાયું, કન્યા બહુ સુંદર છે, ઈત્યાદિ સાવદ્ય વચનને મુનિ વર્જે. કેમકે તેમાં અનુમતિ આદિ દોષ લાગે. નિરવદ્ય વચન ન વર્જે. આણે સારી વૈયાવચ્ચ કરેલ છે. સારું બ્રહ્મચર્ય પાળેલ છે, સારી રીતે સ્નેહબંધન છેદ્યું છે, આ શૈક્ષનું ઉપકરણ ઉપસર્ગમાં ગયું તે ઠીક, પંડિત મરણથી સાધુ મર્યા તે સારું છે. અપ્રમત્તપણે મુનિપણું પાળીને કર્મનો અંત કર્યો તે સારું છે. આ મુનિની ક્રિયા ઘણી સુંદર છે ઈત્યાદિ. હવે આની અપવાદ વિધિ કહે છે –
ગૃહસ્થે પાપ કરીને બનાવેલ વસ્તુમાં મુનિ મૌન રહે. પણ અપવાદે બોલવું પડે તો, જેમકે – બીમાર માટે ઓસડ લાવવા જરૂર કહે કે પ્રયત્નથી સારું પકાવેલ છે - X - વન પ્રયત્નથી છેદાયું છે, જેથી સાધુને લીલું ઘાસ આદ ન નડે. આ સુંદર કન્યાએ પ્રયત્નથી દીક્ષા લીધી છે.-X-
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit