Pramāṇa · Search · About · API

Dasaveyaliya 420

Dasaveyāliya: ṭīkānusārī vivecana 420

Language
Gujarati

420

‘દશવૈકાલિક’ સૂત્ર–૩૩૬ થી ૩૩૯ [૭/૩૩૬ થી ૩૩૯]
[૩૩૬] આ વસ્તુ સર્વોત્કૃષ્ટ છે, બહુમૂલ્ય છે, અતુલ છે, આના જેવી બીજી કોઈ વસ્તુ નથી. આ વસ્તુ અવિક્રેય છે, અવર્ણનીય છે, અપ્રીતિકર છે ઈત્યાદિ વચનો ન બોલે.
[૩૩૭] હું તમારો બધો સંદેશો અવશ્ય કહી દઈશ. અથવા તમે તેને આ બધો સંદેશો આપજો, એમ ન બોલે. પરંતુ પૂર્વાપર વિચારીને બોલે, જેથી કર્મબંધ ન થાય.
[૩૩૮] સારું થયું - ખરીદ્યું, સારું થયું - વેંચ્યું, આ ખરીદવા યોગ્ય નથી, આ ખરીદવા યોગ્ય છે. આ વસ્તુ લઈ લો, આ વેંચી દો. આવા વ્યાવસાયિક વચનો ન બોલે.
[૩૩૯] અલ્પમૂલ્ય,બહુમૂલ્ય વસ્તુ ખરીદવા કે વેચવાના વિષયમાં પૂછેતો પ્રસંગ ઉપસ્થિતથતાં સાધુ-સાધ્વી નિરવદ્યવચન બોલે.

Linked texts (1)