Dasaveyaliya 421
Dasaveyāliya: ṭīkānusārī vivecana 421
- Language
- Gujarati
421
વિવેચન–૩૩૬ થી ૩૩૯
ક્યારેક વ્યવહારના સંબંધમાં કોઈ પૂછે કે ન પૂછે તો પણ આ પ્રમાણે ન બોલે – આ વસ્તુ સ્વભાવથી સુંદર છે, મોંઘું છે, આવી વસ્તુ બીજે ક્યાંય નહીં મળે, આ અસંસ્કૃત છે, બીજે પણ આ મળે જ છે. આના અનંતગુણ છે, અપ્રીતિકર છે, ઈત્યાદિ ન બોલે તેથી અધિકરણ અને અંતરાયાદિ દોષ લાગે છે. વળી, કોઈએ કોઈને સંદેશો મોકલ્યો કે તારે આ બધું કહેવું ત્યારે હા, હું કહીશ, એમ ન બોલે. કેમકે તે પ્રમાણે જ સ્વર-વ્યંજનાદિ કહેવા અશક્ય છે. એ રીતે બીજાનો સંદેશો આપવાનો હોય ત્યારે પણ ન બોલે કે - હા, હું કહીશ. અસંભવ હોવાથી મૃષાવાદનો દોષ લાગે. તેથી દરેક સ્થાને મુનિએ વિચારણા કરીને બધાં કાર્યમાં જેનો જેટલો સંભવ અને શક્ય હોય તે જ બોલવું. કોઈકે કંઈક ખરીદ્યું જોઈને, સારી ખરીદી કરી તેમ ન બોલે. એ રીતે કોઈ કંઈ વેચે તો તે જોઈને સારું વેચ્યુ એમ પણ ન બોલે. અથવા આ ખરીદવા યોગ્ય છે અથવા ખરીદવા યોગ્ય નથી એમ પણ ન કહે. આ ગોળ વગેરે ખરીદ, આગામી કાળે મોંઘા થશે એમ ન બોલે. ઘી આદિ આગામી કાળે મોંઘા થશે એમ કહીને વેપાર સંબંધી વચન મુનિ ન બોલે. તેનાથી અપ્રીતિ અને અધિકરણાદિ દોષ લાગે.
હવે અહીં વિધિ કહે છે – અલ્પમૂલ્યમાં કે બહુમૂલ્યમાં, ખરીદમાં કે વેચાણમાં, વ્યાપારના કારણે કોઈ કંઈ પૂછે તો નિરવદ્ય વચન બોલે અથવા અમને આ સંબંધે બોલવાનો અધિકાર નથી તેમ કહે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit