Dasaveyaliya 424
Dasaveyāliya: ṭīkānusārī vivecana 424
- Language
- Gujarati
424
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૪૩ થી ૩૪૭ [૭/૩૪૩ થી ૩૪૭]
[૩૪૩] દેવો, મનુષ્યો કે તિર્યંચોનો પરસ્પર સંગ્રામ થાય ત્યારે અમુકનો વિજય થાય કે અમુકનો વિજય ન થાય - એમ ન બોલે.
[૩૪૪] વાયુ, વૃષ્ટિ, શરદી, ગરમી, ક્ષેમ, સુભિક્ષ અથવા શિવ, એ ક્યારે થશે? અથવા તે ન થાઓ, એમ ન બોલે.
[૩૪૫] મેઘ, આકાશ કે મનુષ્યને ‘આ દેવ છે - આ દેવ છે’ એવી ભાષા ન બોલે. આ મેઘ ચડેલો છે કે ઉન્નત છે, આ મેઘમાલા વરસી પડી છે, એમ ન બોલે.
[૩૪૬] સાધુ નભ અને મેઘને અંતરિક્ષ તથા ગુહ્યાનુચરિત એમ કહે. તથા ઋદ્ધિમાન મનુષ્યને જોઈને - ‘આ ઋદ્ધિશાળી છે.’ એવું કહે.
[૩૪૭] એ પ્રમાણે - જે ભાષા સાવદ્યનું અનુમોદન કરનારી હોય, જે નિશ્ચયકારિણી તથા પરોપઘાતકારિણી હોય, તેને ક્રોધ-લોભ - ભય કે હાસ્યવશ પણ સાધુ-સાધ્વી ન બોલે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit