Dasaveyaliya 425
Dasaveyāliya: ṭīkānusārī vivecana 425
- Language
- Gujarati
425
વિવેચન–૩૪૩ થી ૩૪૭
દેવ અને અસુરો, નરેન્દ્રાદિ, મહિષાદિ તિર્યંચોના સંગ્રામમાં અમુક દેવાદિનો જય થાઓ કે ન થાઓ - એમ ન કહે. તેમાં અધિકરણ અને સ્વામી આદિને દ્વેષ થાય છે. મલય - મારુતાદિ વાયુ. વર્ષા, રાજાના વિગ્રહ શૂન્ય, સુભિક્ષ, ઉપસર્ગ રહિત આદિ ક્યારે થશે કે નહીં થાય, તે ધર્માદિ અભિભૂત સાધુ ન બોલે. મૃષાવાદનો દોષ લાગે. ઈત્યાદિ - X - તે પ્રમાણે મેઘ કે આકાશ કે માનવને આશ્રીને ‘દેવ-દેવ’ એમ ન કહે. મેઘને ઉન્નત્ત જોઈને ‘ઉન્નત દેવ’ એમ ન કહે. આકાશાદિને પણ દેવ ન કહે, કેમકે તેથી મિથ્યાવાદ, લાઘવતાદિ દોષ લાગે. તો કઈ રીતે બોલે? ઉન્નત જોઈને સંમૂર્ચ્છિત, ઉન્નત કે પયોદ એમ કહે અથવા ‘બલાહક વૃષ્ટ’ એમ કહે.
હવે ‘નભ’ને આશ્રીને કહે છે – તેને અંતરિક્ષ કહેવું અથવા મેઘને ગુહ્યાનુચરિત અર્થાત્ સુરસેવિત કહે. સંપત્તિવાન મનુષ્યને જોઈને શું? તે કહે છે – ‘આ ઋદ્ધિમાન છે’ એમ બોલે. વ્યવહારથી મૃષાવાદાદિના પરિહારાર્થે તેમ કહે. તે પ્રમાણે સાવદ્ય અનુમોદિની વાણી ન બોલે. જેમકે – ‘સારું થયું કે ગામ નાશ પામ્યું.’ આમ જ - એવી નિશ્ચયા કે સંશયકારી, પરોપઘાતિની ભાષા ન બોલે. એ પ્રમાણે ક્રોધથી, લોભથી આદિ ન બોલે. અહીં માન-માયા, રાગાદિ પણ સમજી લેવા. સાધુ હસતા-હસતા પણ વાણી ન બોલે, કેમકે તેથી ઘણો કર્મબંધ થાય.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit