Pramāṇa · Search · About · API

Dasaveyaliya 438

Dasaveyāliya: ṭīkānusārī vivecana 438

Language
Gujarati

438

વિવેચન–૩૬૩ થી ૩૬૬
સ્થૂળ વિધિ કહી, હવે સૂક્ષ્મ વિધિ કહે છે – આઠ સૂક્ષ્મો છે, તેને જોઈને ઉપયોગપૂર્વક બેસે, ઊભે કે સૂવે. સંયતો જ્ઞ-પરિજ્ઞાથી જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી જીવોમાં દયાધિકારી થાય, અન્યથા દયાનો અધિકાર ન કહેવાય. તે જોઈને તદ્‌રહિત ઉપર જ આસનાદિ કરે. અન્યથા તેને અતિચાર લાગે. આ આઠ સૂક્ષ્મો કયા છે? દયાધિકારીત્વથી સંયત અવશ્ય પૂછે. આના વડે દયાધિકાર અને તેમાં યત્ન કરવાનું કહ્યું. તે જ તેને ઉપકારક કે અપકારક હોવાથી પૂછે છે. ‘મેઘાવી’ શબ્દ કહીને મર્યાદાવર્તી વડે તે જાણીને તેની પ્રરૂપણા કરવી. એ પ્રમાણે જ શ્રોતાને તેની ઉપાદેય બુદ્ધિ થાય છે. સ્નેહ સૂક્ષ્મ - ઓસ, હીમ, કરા ઈત્યાદિ. પુષ્પ સૂક્ષ્મ - વડ કે ઉદુંબરના પુષ્પો. પ્રાણી - સૂક્ષ્મ અનુદ્ધર કુંથુઆ, ઉત્તિંગ સૂક્ષ્મ - કીડાના નગરા અને બીજા સૂક્ષ્મ જીવો. પનક સૂક્ષ્મ - વરસાદમાં જમીન કે લાકડાં ઉપર પંચવર્ણી જે પનક-લીલ થાય છે તે. બીજ સૂક્ષ્મ - શાલિ આદિ બીજના મુખમૂલમાં કણિકા, હરિત સૂક્ષ્મ - અત્યંત નવા ફુંટેલા પૃથ્વી સમાન વર્ણવાળા, અંડ સૂક્ષ્મ - માખી, કીડી, ગરોળી આદિના ઈંડા.
ઉક્ત પ્રકારે આ સૂક્ષ્મો જાણીને સૂત્રાદેશથી યથાશક્તિ સ્વરૂપ સંરક્ષણાદિ વડે સાધુ, નિદ્રાદિ પ્રમાદ રહિત થઈ મન, વચન, કાયાથી સંરક્ષણ પ્રતિ યત્ન કરે. સર્વકાળ શબ્દાદિમાં રાગ-દ્વેષ ન કરે.

Linked texts (1)