Dasaveyaliya 439
Dasaveyāliya: ṭīkānusārī vivecana 439
- Language
- Gujarati
439
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૬૭ થી ૩૭૮ [૮/૩૬૭ થી ૩૭૮]
[૩૬૭, ૩૬૮] સંયત સાધુ-સાધ્વી સદૈવ મનોયોગપૂર્વક પાત્ર, કંબલ, શય્યા, ઉચ્ચારભૂમિ, સંસ્તારક કે આસનને પડિલેહે. સંયમી ઉચ્ચાર, પ્રસ્રવણ, કફ, નાકના મેલ, પરસેવો આદિને પ્રાસુક ભૂમિનું પ્રતિલેખન કરીને જયણાપૂર્વક પરઠવે.
[૩૬૯] ભોજન કે પાણીને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશતો સાધુ જયણાથી ઊભો રહે, પરિમિત બોલે અને રૂપમાં મનને ડામાડોળ ન કરે.
[૩૭૦] સાધુ કાનથી ઘણું સાંભળે છે, આંખોથી ઘણું જુએ છે, પણ બધું જોયેલ-સાંભળેલને કહી દેવું ઉચિત નથી.
[૩૭૧] જો જોયેલ-સાંભળેલ ઘટના ઔપઘાતિક હોય તો ન કહેવી તથા કોઈપણ ઉપાયથી ગૃહસ્થોચિત આચરણ ન કરે.
[૩૭૨] ભોજન સ-રસ છે કે નીરસ, સારું છે કે ખરાબ, મળેલ છે કે નહીં, તેવું કોઈ પૂછે કે ન પૂછે, તો પણ ન કહે.
[૩૭૩] ભોજનમાં ગૃદ્ધ ન થાય, વ્યર્થ ન બોલતો ઉંછ ભિક્ષા લે. અપ્રાસુક, ક્રીત, ઔદ્દેશિક, આહૃત આહારનો પણ ઉપયોગ ન કરે.
[૩૭૪] સંયત સાધુ અણુમાત્ર પણ સંનિધિ ન કરે. સદૈવ મુધાજીવી અસંબદ્ધ અને જનપદને નિશ્રિત રહે.
[૩૭૫] રૂક્ષવૃત્તિ, સુસંતુષ્ટ, અલ્પેચ્છક, થોડાં આહારથી તૃપ્ત થનાર હોય. તે જિન પ્રવચન સાંભળીને ક્રોધભાવને ન પામે.
[૩૭૬] કાનોને સુખકર શબ્દોમાં રાગભાવ ન સ્થાપે. દારુણ અને કર્કશ સ્પર્શને શરીરથી સમભાવે સહે.
[૩૭૭, ૩૭૮] ભૂખ, તરસ, દુઃશય્યા, શીત, ઉષ્ણ, અરતિ, ભયને મુનિ અવ્યથિતપણે સહન કરે, દેહદુઃખ મહાફળકારી છે. સૂર્ય અસ્તથી, પૂર્વમાં ઉદય ન થાય ત્યાં સુધી, બધાં પ્રકારના આહાર આદિ પદાર્થોની મનથી પણ સાધુ ઈચ્છા ન કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit