Pramāṇa · Search · About · API

Dasaveyaliya 442

Dasaveyāliya: ṭīkānusārī vivecana 442

Language
Gujarati

442

વિવેચન–૩૭૯ થી ૩૯૦
કદાચ દિવસે આહાર ન મળેલ હોય તો પણ સાધુ કંઈ જ બડબડાટ ન કરે, સર્વત્ર સ્થિર રહે. કારણે પરિમિત બોલે, મિતભોક્તા બને, જે-તે વસ્તુથી આજીવિકા કરે. થોડું મળે તો દાતારને નિંદે નહીં.
મદ વર્જનાર્થે કહે છે – આત્માથી બહાર ન જાય. આત્માનો સમુત્કર્ષ ન બતાવે, હું આવો છું, એ પ્રમાણે શ્રુત અને લાભથી મદ ન કરે. જેમકે – હું પંડિત છું, હું લબ્ધિવાળો છું તથા હું જાતિસંપન્ન છું, તપસ્વી છું, બુદ્ધિમાન છું, હું કુળવાન છું ઈત્યાદિ રૂપ મદ ન કરે - X -
જાણતા કે અજાણતા કંઈક રાગ-દ્વેષ વડે મૂલોત્તર ગુણ વિરાધનાથી આત્માને સંવરે. ભાવથી આલોચનાદિ વડે નિવર્તે. અનુબંધ દોષથી ફરી તેને ન આચરે. તે જ કહે છે – સાવદ્ય યોગને સેવીને ગુરુ પાસે આલોચના કરે, કંઈ ગોપવે નહીં કે અપલાપ ન કરે. કેવો થઈને? અકલુષિત મતિ, સદા પ્રગટભાવ, અપ્રતિબદ્ધ થઈને અને ઈન્દ્રિયોના પ્રમાદને દૂર કરે. અમોઘ૦ આચાર્ય કે જ્ઞાનાદિ ગુણોથી મહાન સાધુઓ જે કહે, તે વચનને શિષ્ય અમૂલ્ય સમજીને સ્વીકારે અને ક્રિયા વડે અમલમાં મૂકે.
જીવનને અનિત્ય અને મરણાશંકિત જાણીને, સમ્યગ્‌દર્શન જ્ઞાન-ચારિત્ર રૂપ મોક્ષને જાણીને બંધૈક હેતુ ભોગોથી દૂર થાય. કદાચ આયુ વચ્ચે ન તૂટે તો પણ પરિમિત વર્ષાદિવાળું જોઈને ભોગો છોડે.
ઉપદેશાધિકારમાં આનું સમર્થન કરતાં કહે છે – વૃદ્ધાવસ્થા જ્યાં સુધી પીડે નહીં, ક્રિયા સામર્થ્ય શત્રુ રૂપે વ્યાધિ વધે નહીં, ત્યાં સુધી ચારિત્ર ધર્મને સારી રીતે આચરવો. તેનો ઉપાય કહે છે – ક્રોધાદ ચાર પાપના હેતુ હોવાથી પાપવર્ધક છે, તેથી આત્માના હિતને ઈચ્છતો એવો આ ક્રોધાદિ દોષને છોડી દે. તેમાં જ બધી સંપત્તિ છે. ન છોડવામાં આલોકના અપાય કહે છે - ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. કેમકે ક્રોધવચનથી તેનો ઉચ્છેદ જોયો છે. માન વિનયનાશક છે, માયા મિત્રોનો નાશ કરે છે, લોભ બધાંનો નાશ કરે છે, ત્રણે તદ્ભાવ-ભાવિ છે.
જો એમ છે તો ઉપશમથી ક્રોધ હણવો, ઉદયનો નિરોધ અને ઉદય પ્રાપ્તને વિફળ કરે. માનનો માર્દવ વડે જય કરે. માયાનો અશઠ ભાવથી જય કરે, લોભને નિસ્પૃહત્વથી જીતે. હવે ક્રોધાદિના જ પરલોકના અપાયો કહે છે – ક્રોધાદિ ચારે સંપૂર્ણ, અશુભ ભાવથી ક્લિષ્ટ કષાયો વડે પુનઃ જન્મના મૂલને સીંચે છે.

Linked texts (1)