Pramāṇa · Search · About · API

Dasaveyaliya 443

Dasaveyāliya: ṭīkānusārī vivecana 443

Language
Gujarati

443

‘દશવૈકાલિક’ સૂત્ર–૩૯૧ થી ૪૦૦ [૮/૩૯૧ થી ૪૦૦]
[૩૯૧] સાધુ, રત્નાધિકો પ્રત્યે વિનયી બને, ધ્રુવશીલતાને કદાપિ ન ત્યાગે, કાચબાની જેમ આલીન-પ્રલીન ગુપ્ત થઈને તપ અને સંયમમાં પરાક્રમ કરે.
[૩૯૨] સાધુ નિદ્રાને બહુ ન કરે, અતિહાસ્યને પણ વર્જિત કરે, પારસ્પારિક વિકથામાં રમણ ન કરે, સદા સ્વાધ્યાયમાં રત રહે.
[૩૯૩] સાધુ આળસ રહિત થઈ શ્રમણ-ધર્મમાં યોગોને સદૈવ નિયુક્ત કરે, કેમકે શ્રમણ-ધર્મમાં સંલગ્ન સાધુ અનુત્તર અર્થને પામે છે.
[૩૯૪] જેના દ્વારા આલોક-પરલોકમાં હિત થાય છે, જેથી સુગતિ પામે છે. બહુશ્રુતને તે પર્યુપાસે, પૂછીને અર્થ નિશ્ચય કરે.
[૩૯૫] જિતેન્દ્રિય મુનિ પોતાના હાથ, પગ, શરીરને સંયમિત કરીને આલીન અને ગુપ્ત થઈને ગુરુ સમીપે બેસે.
[૩૯૬] આચાર્યાદિને પડખે, આગળ કે પૃષ્ઠ ભાગે તથા ગુરુના પગ સાથે પગ અડાડી ન બેસે.
[૩૯૭] સાધુ પૂછ્યા વિના ન બોલે, ગુરુ બોલતા હોય તો વચ્ચે ન બોલે, ચુગલી ન કરે, માયા-મૃષાનું વર્જન કરે.
[૩૯૮] જે ભાષા બોલતા અપ્રીતિ થાય કે બીજો જલદી કુપિત થાય, એવી અહિતકર્તા ભાષા સર્વથા ન બોલે.
[૩૯૯] આત્માર્થી સાધુ પરિમિત, દૃષ્ટ, અસંદિગ્ધ, પરિપૂર્ણ, વ્યક્ત, પરિચિત, અજલ્પિત અને અનુદ્વિગ્ન ભાષા બોલે.
[૪૦૦] આચાર અને ભગવતી સૂત્ર ધારક, દૃષ્ટિવાદના અધ્યેતા સાધુ વચનથી સ્ખલિત થઈ જાય તો મુનિ તેમનો ઉપહાસ ન કરે.

Linked texts (1)