Pramāṇa · Search · About · API

Dasaveyaliya 444

Dasaveyāliya: ṭīkānusārī vivecana 444

Language
Gujarati

444

વિવેચન–૩૯૧ થી ૪૦૦
સાધુએ કષાયના નિગ્રહાર્થે આમ કરવું – ચિરદીક્ષિતાદિનો અભ્યુત્થાનાદિ રૂપ વિનય કરવો. ૧૮,૦૦૦ શીલાંગના પાલનરૂપને યથા-શક્તિ ન છોડે. કાચબા માફક અંગોપાંગોને સમ્યક્‌ સંયમિત કરે, તપ-પ્રધાન સંયમમાં પ્રવર્તે. વળી પ્રકામશાયી ન થાય. અતીવ હાસ્યરૂપને વર્જે, રાહસ્યિક કથામાં રમણ ન કરે, પણ વાચનાદિ સ્વાધ્યાયમાં સદા રત હોય, એવા પ્રકારનો તે સાધુ થાય. મન, વચન, કાય ત્રણ પ્રકારના વ્યાપાર રૂપને ક્ષાંત્યાદિ શ્રમણ ધર્મમાં યોજે, આળસને તજે, કાલાદિ ઔચિત્યથી નિત્ય, સંપૂર્ણ, સર્વત્ર, પ્રધાન ઉપસર્જન ભાવથી કે અનુપ્રેક્ષાકાળે - મનોયોગ, અધ્યયનકાળે - વચનયોગ, પડિલેહણ કાળે - કાયયોગને યોજે. તેનું ફળ કહે છે – એ પ્રમાણે દશવિધ શ્રમણધર્મમાં વ્યાપૃત્ત, અનુત્તર જ્ઞાનાદિરૂપ ભાવાર્થને પામે છે.
આ જ વાત કહે છે –
આલોક એટલે અકુશલ પ્રવૃત્તિ દુઃખના નિરોધથી, પરલોક-કુશલના અનુબંધથી ઉભય લોકનું હીત થાય છે. જેથી સદ્ગતિમાં જઈને પરંપરાએ સિદ્ધિને પામે છે. ઉક્ત સિવાયના સાધન-ઉપાયને કહે છે – આગમવૃદ્ધને સેવે, સેવતા એવાને પૂછે. અપાયરક્ષક અને કલ્યાણને કરનારા અવિતથ અર્થનો નિશ્ચય કરે.
હાથ, પગ, કાયાનો સંયમ કરીને, જિતેન્દ્રિય, એકાગ્ર અને આલીનગુપ્ત થઈને ગુરુ પાસે મુનિ બેસે. કંઈક ઉપયુક્ત રહે. પણ ગુરુના પડખામાં, આગળ પાછળ ન બેસે. કેમકે તેનાથી અનુક્રમે અવિનય, વંદનમાં અંતરાય, અદર્શનાદિ દોષ લાગે છે. ગુરુ પાસે ઉરુ ઉપર ઉરુ કરીને ન બેસે. તેથી અવિનય થાય છે. કાયપ્રણિધિ કહી.
હવે વાક્‌પ્રણિધિ કહે છે – પૂછ્યા વિના અકારણ ન બોલે, ગુરુ બોલતા હોય તો વચ્ચે ન બોલે, પરોક્ષ (પાછળથી) દોષો ન બોલે, માયા પ્રધાન મૃષાવાદનો ત્યાગ કરે. વળી - જે બોલવાથી બીજાને અપ્રીતિ થાય તથા બીજાને રોષ ચડે, ઉભય લોક વિરુદ્ધ એવા પ્રકારના વચનને સર્વાવસ્થામાં મુનિ ન બોલે. તે કેમ બોલવું? બરાબર નજરે જોયેલ હોય, શંકા રહિત હોય, સ્વરાદિથી પ્રતિપૂર્ણ હોય, વ્યક્ત પરિચિત, ન જોરથી- ન ધીમેથી, ન ઉદ્વેગકર એવી ભાષા પણ મુનિ વિચારીને બોલે.
પ્રસ્તુત ઉપદેશાધિકાર કહે છે – આચાર સૂત્રધર અર્થાત્‌ સ્ત્રીલિંગાદિનો જ્ઞાતા, પ્રજ્ઞપ્તિધર - તેને વિશેષથી જાણતો એવો તથા દૃષ્ટિવાદ ને ભણેલો, પ્રકૃતિ પ્રત્યયલોપ આગમ વર્ણવિકાર કાળ કારકાદિને જાણતો છતાં અશુદ્ધ ઉચ્ચાર કરે તો મુનિએ હસવું નહીં કે તે કંઈ ભણ્યો નથી, તેમ ન કહે. ઈત્યાદિ - X - X -.

Linked texts (1)