Pramāṇa · Search · About · API

Dasaveyaliya 445

Dasaveyāliya: ṭīkānusārī vivecana 445

Language
Gujarati

445

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૦૧ થી ૪૧૦ [૮/૪૦૧ થી ૪૧૦]
[૪૦૧] નક્ષત્ર, સ્વપ્ન ફળ, યોગ, નિમિત્ત, મંત્ર, ભોજનાદિ ગૃહસ્થને ન કહે, કેમકે તે પ્રાણી હિંસાના સ્થાન છે.
[૪૦૨] બીજાને માટે બનેલ, ઉચ્ચારભૂમિથી યુક્ત, સ્ત્રી-પશુથી રહિત શય્યા અને આસનનું સેવન કરે.
[૪૦૩] જો ઉપાશ્રય વિવિક્ત હોય તો માત્ર સ્ત્રીઓ વચ્ચે ધર્મ ન કહે. ગૃહસ્થ પરીચય ન કરે. સાધુ સાથે જ પરીચય કરે.
[૪૦૪] જેમ કુકડાના બચ્ચાને બિલાડાનો સતત ભય રહે છે, એ જ રીતે બ્રહ્મચારીને સ્ત્રી-શરીરથી ભય રહે.
[૪૦૫] ભીંતમાં ચીતરેલ સ્ત્રી કે વિભૂષિત સ્ત્રીને ટીકી-ટીકીને ન જુએ. કદાચ દૃષ્ટિ પડી જાય તો દૃષ્ટિ એ રીતે પાછી ખેંચે, જે રીતે સૂર્ય પ્રતિ પડેલી દૃષ્ટિ ખેંચી લે.
[૪૦૬] જેના હાથ, પગ, છેદાયેલ હોય, કાન - નાકથી વિકલ હોય એવી ૧૦૦ વર્ષની સ્ત્રીનો સંસર્ગ પણ બ્રહ્મચારી તજી દે.
[૪૦૭] આત્મગવેષા પુરુષને માટે વિભૂષા, સ્ત્રી સંસર્ગ અને સ્નિગ્ધ રસયુક્ત ભોજન તાલપુટ વિષ સમાન છે.
[૪૦૮] સ્ત્રીઓના અંગ, પ્રત્યંગ, સંસ્થાન, મધુર વાણી, કટાક્ષ પ્રત્યે સાધુ ધ્યાન ન આપે, કેમકે તે કામરાગ વિવર્ધક છે.
[૪૦૯] શબ્દાદિ પુદ્ગલોનું પરિણમન અનિત્ય જાણીને, મનોજ્ઞ વિષયોમાં સાધુ રાગભાવ ન સ્થાપે.
[૪૧૦] તે શબ્દાદિ પુદ્ગલોના પરિણમનને જેવા છે તેવા જાણીને પોતાના પ્રશાંત આત્માથી તૃષ્ણા રહિત થઈને વિચરણ કરે.

Linked texts (1)