Dasaveyaliya 446
Dasaveyāliya: ṭīkānusārī vivecana 446
- Language
- Gujarati
446
વિવેચન–૪૦૧ થી ૪૧૦
ગૃહસ્થો અશ્વિની આદિ નક્ષત્ર સંબંધે પૂછે, સ્વપ્નનું શુભાશુભ ફળ પૂછે, વશીકરણાદિ યોગ, અતીતાદિ નિમિત્ત, વૃશ્ચિક મંત્રાદિ, ઔષધ આદિ પૂછે તો તે બીજા જીવોને પીડારૂપ જાણીને સાધુ ગૃહસ્થને ન કહે. તેમની અપ્રીતિ નિવારણાર્થે એટલું કહે કે – આ કહેવું તે સાધુનો અધિકાર નથી.
સાધુ નિમિત્તે ન બનાવેલ વસતિરૂપ સ્થાન, સંસ્તારક, પીઠક આદિ સાધુ ન વાપરે. આને જ વિશેષથી કહે છે – ઉચ્ચાર પ્રસ્રવણ આદિ ભૂમિયુક્ત હોય કેમકે તેના વિના વારંવાર જવું પડે તો નિર્ગમનાદિ દોષ લાગે છે, તે સ્થાન સ્ત્રી-પશુ-પંડક વર્જિત હોય. સ્ત્રી આદિ આલોકન રહિત હોય તો સેવે.
આવી વસતીને સેવવામાં ધર્મકથાની વિધિ કહે છે – જો તે સ્થાન અન્ય સાધુથી રહિત હોય, એકલા પુરુષયુક્ત જ હોય તો ત્યાં સ્ત્રીઓ મધ્યે ધર્મકથા ન કહે, કેમક શંકાદિ દોષ થાય. ઔચિત્ય જાણીને પુરુષોને કહે. જો એકલો ન હોય તો સ્ત્રીઓને પણ કહે. ગૃહસ્થ પરિચય ન કરવો. કેમકે તેમના સ્નેહાદિ દોષનો સંભવ છે. સાધુ સાથે પરિચય કરે. કેમકે કલ્યાણ મિત્રના યોગથી કુશલપક્ષની વૃદ્ધિ થાય છે. જરૂર પડે અને ગૃહસ્થ પરિચય કરે તો પણ સ્ત્રી પરિચય ન જ કરવો. કેમકે જેમ કુકડાના બચ્ચાને બિલાડીથી ભય છે, તેમ સાધુને સ્ત્રી શરીરથી ભય છે, મડદું પણ વિકાર કરાવે.
જો એમ છે, તેથી - ચિત્રમાં રહેલ સ્ત્રી શરીર પણ ન નીરખે. અથવા અલંકૃત કે અનલંકૃત સચેતન સ્ત્રીને પણ ન જુએ. કદાચ જોવાઈ જાય તો, જેમ સૂર્ય જોઈને નજર ફેરવી લે, તેમ સ્ત્રીને જોઈને ફેરવી લે. કેટલું વધુ કહેવું? છેદાયેલા હાથ-પગવાળી, નાક-કાન કાપેલી, સો વર્ષની સ્ત્રીને પણ ન જોવાય, તો તરુણ સ્ત્રીને તો ચારિત્રધન એ મહાધન છે, તેમ જાણીને જેમ ચોરથી દૂર રહે, તેમ સ્ત્રીથી દૂર રહેવું. વળી સાધુ વસ્ત્ર આદિ વિભૂષા ન કરે, કોઈપણ પ્રકારે સ્ત્રીસંબંધ, પ્રણીત રસનું ભોજન, આદિ જો સાધુ ત્યાગે નહીં, તો તેને પરલોકનું હિત ચિંતવામાં અમૃત સમાન સાધુપણું મૂકીને હળાહળ ઝેર સમાન સંસાર ભ્રમણ પ્રાપ્ત થાય.
મસ્તક આદિ અંગ, નયન આદિ પ્રત્યંગ, તેનો વિન્યાસ વિશેષ તથા શોભન વાણી સ્ત્રી-સંબંધી છે તે ન જુએ. કેમ કે તે કામરાગ વધારનાર છે. તેનું નિરીક્ષણ કરતાં મોહના દોષથી મૈથુનનો અભિલાષ વધે છે. તેથી જ પૂર્વે સ્ત્રીના નિરીક્ષણનો પ્રતિષેધ કરેલ છે. અહીં પ્રાધાન્ય બતાવ્યું છે. તેથી જ પૂર્વે સ્ત્રીના નિરીક્ષણનો પ્રતિષેધ કરેલ છે. અહીં પ્રાધાન્ય બતાવ્યું.
શબ્દાદિ વિષયોમાં, અનુકૂળ ઈન્દ્રિયોમાં રાગ ન કરે. એ રીતે અમનોજ્ઞમાં દ્વેષ ન કરે. (શંકા) આ પૂર્વે કહ્યું જ છે, છતાં ફરી કેમ કહ્યું? કારણ વિશેષથી વિશેષતા જણાવવા. શબ્દાદિ વિષય સંબંધી પરિણામની અનિત્યતાથી, જિનવચનાનુસાર, બીજા પરિણામોને જાણીને - મનોજ્ઞ એવા વિષયો ક્ષણમાં અમનોજ્ઞરૂપે પરિણમે છે. અમનોજ્ઞ મનોજ્ઞ થાય છે. તેથી રાગ-દ્વેષના નિમિત્તો તુચ્છ છે. આ જ વાતને સ્પષ્ટ કરે છે. શબ્દ આદિ વિષય અંતર્ગત્ ઉક્ત લક્ષણ પરિણામો જાણીને શબ્દાદિનો અભિલાષ છોડીને વિચારે. ક્રોધાદિ દૂર કરીને ઉપશાંત ભાવે રહે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit