Dasaveyaliya 447
Dasaveyāliya: ṭīkānusārī vivecana 447
- Language
- Gujarati
447
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૧૧ થી ૪૧૪ [૮/૪૧૧ થી ૪૧૪]
[૪૧૧] જે શ્રદ્ધાથી નિષ્ક્રમણ કરે, ઉત્તમ પર્યાય સ્થાનને સ્વીકારે તે જ શ્રદ્ધાથી આચાર્ય સંમત ગુણોની અનુપાલના કરે.
[૪૧૨] જે મુનિ આ સૂત્રોક્ત તપ, સંયમ યોગ, સ્વાધ્યાય યોગમાં સદા અધિષ્ઠ રહે, તે પોતાની અને બીજાની રક્ષા કરવામાં એ જ રીતે સમર્થ થાય, જે રીતે સેનાથી ઘેરાયેલ સર્વાયુધોથી સજ્જ શૂરવીર.
[૪૧૩] સ્વાધ્યાય અને સદ્ધ્યાનમાં રત, ત્રાતા, નિષ્પાપ ભાવવાળા અને તપોરત મુનિના પૂર્વકૃત્ કર્મ, અગ્નિ દ્વારા તપાવાયેલ સોના-ચાંદી માફક વિશુદ્ધ થાય છે.
[૪૧૪] જે પૂર્વોક્ત ગુણોથી યુક્ત છે, દુઃખોને સહે છે, જિતેન્દ્રિય છે, શ્રુતથી યુક્ત છે, મમત્વરહિત અને અકિંચન છે, તેઓ કર્મરૂપી મેઘ દૂર થઈ જતાં, વાદળા રહિત ચંદ્ર જેવા શોભે છે - તેમ હું કહું છું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit