Dasaveyaliya 448
Dasaveyāliya: ṭīkānusārī vivecana 448
- Language
- Gujarati
448
વિવેચન–૪૧૧ થી ૪૧૪
જે પ્રધાનગુણ સ્વીકારવા રૂપ શ્રદ્ધાથી અવિરતિરૂપ કાદવથી નીકળેલ છે, પ્રવ્રજ્યારૂપ પ્રધાન સ્થાનોને પામેલ છે. તે જ શ્રદ્ધાથી પતિત થયા વિના પ્રયત્નપૂર્વક વધતી જતી શ્રદ્ધાથી મૂળ ગુણાદિરૂપ અને તીર્થંકરાદિ બહુમત તે ગુણોને પાળે. તે આચાર્ય સંમત હોય, પણ સ્વ આગ્રહથી કલંકિત નહીં. હવે આચાર પ્રણિધિનું ફળ કહે છે – અનશનાદિ રૂપ, પૃથ્વી આદિ વિષયક સંયમ વ્યાપાર, વાચનાદિ વ્યાપારને સર્વકાળ તપ વગેરે કરે. અહીં તપના ગ્રહણ છતાં સ્વાધ્યાય યોગની પ્રાધાન્યતા જણાવવા અગલ મૂકેલ છે. શેષ કથન સૂત્રાર્થવત્ જાણી લેવું.
હવે સૂત્રોક્ત વાતને સ્પષ્ટ કરે છે – સ્વાધ્યાય જ સદ્ધ્યાન તે સ્વાધ્યાય સદ્ધ્યાન. તેમાં આસક્ત, સ્વ-પર-ઉભયને રક્ષણ કરવાના સ્વભાવવાળા, લબ્ધિ આદિ અપેક્ષા રહિતતાથી શુદ્ધ ચિત્ત, અનશનાદિમાં યથાશક્તિ રત સાધુ જન્માંતરમાં સંચિત કર્મમલને વિશુદ્ધ કરે છે.
અનંતરોક્ત ગુણવાન સાધુ પરીષહ વિજેતા, શ્રોત્રેન્દ્રિયને પરાજિત કરેલ, વિદ્યાવાન, મમત્વ રહિત, દ્રવ્યભાવ કિંચન રહિત તે જ્ઞાના-વરણીયાદિ કર્મમેઘ દૂર થતાં નિર્મળ ચંદ્રવત્ શોભે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit