Dasaveyaliya 450
Dasaveyāliya: ṭīkānusārī vivecana 450
- Language
- Gujarati
450
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૧૦ થી ૩૧૪ + વિવેચન [૯/૩૧૦ થી ૩૧૪ + વિવેચન]
વિનય તથા સમાધિ બંનેના નામાદિ ભેદથી ચાર-ચાર નિક્ષેપા થાય છે. તેમાં નામ અને સ્થાપનાને છોડીને દ્રવ્ય વિનય કહે છે. દ્રવ્ય વિનયમાં જ્ઞ-શરીર, ભવ્યશરીર, વ્યતિરિક્તમાં તિનિશ-વૃક્ષનું દૃષ્ટાંત છે. તે રથના અંગાદિમાં જ્યાં-જ્યાં જેમ-જેમ નમાવાય છે. ત્યાં-ત્યાં તેમ-તેમ પરિણમે છે, કેમકે તેવી તેની યોગ્યતા છે. સુવર્ણ પણ કટક - કુંડલાદિ ભેદે વળવાથી તે દ્રવ્યોને દ્રવ્ય વિનય કહે છે.
હવે ભાવ વિનય કહે છે – લોકોપચાર વિનય - લોક પ્રતિપત્તિ રૂપ છે. અર્થ પ્રાપ્તિ માટે કામ નિમિત્તે, ભય નિમિત્તે, મોક્ષ નિમિત્તે એ પ્રમાણે ‘લોકોપચાર’ આદિ પાંચ ભેદે વિનય કહ્યો. હવે તેનો વિસ્તારાર્થ –
(૧) લોકોપચાર વિનય - ઘેર આવેલાની સામે ઊભા થવું, અંજલી જોડવી, આસન આપવું, અતિથિ પૂજા, આહારાદિ દાનથી જે ઔચિત્ય જાળવવું તે. દેવતા પૂજા, યથાભક્તિ બલિ આદિ ઉપચાર રૂપ અને વૈભવોચિત કરવી. (૨) અર્થ વિનય - રાજા આદિની સમીપે રહેવું, તેની ઈચ્છાને આરાધવી. વિશિષ્ટ રાજાને દેશ કાળાનુરૂપ મદદ કરવી, રાજાને અભ્યુત્થાન, અંજલી, આસનાદિ આપવા. તે બધું ધનને માટે કરવું. (૩) કામ આદિ વિનય - અર્થ વિનયની જેમ કામ વિનય કહેવો. અનુક્રમથી (૪) ભય વિનય કહેવો. તે આ પ્રમાણે – વેશ્યાદિને કામને માટે જ તેને રાજી રાખવા જે કરાય તે. ભયથી સ્વામીનો વિનય કરે. ક૫) મોક્ષ વિનય - તે પાંચ પ્રકારે છે, તે હવે કહેવાશે.