Dasaveyaliya 451
Dasaveyāliya: ṭīkānusārī vivecana 451
- Language
- Gujarati
451
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૧૫ થી ૩૨૩ + વિવેચન [૯/૩૧૪ થી ૩૨૩ + વિવેચન]
દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને ઔપચારિક - પ્રતિરૂપ યોગ વ્યાપાર આ મોક્ષ વિનય-મોક્ષ નિમિત્ત પાંચ ભેદે છે, તેમ જાણવું.
(૧) દર્શન વિનય - ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અને સર્વે પર્યાયો જે અગુરુલઘુ આદિ, જે પ્રકારે તીર્થંકર દેવે તે ભાવોને કહ્યા છે, તે પ્રકારે મનુષ્યો તેની શ્રદ્ધા કરે, શ્રદ્ધાથી જે કર્મોને દૂર કરે છે તેથી તે દર્શન વિનય છે.
(૨) જ્ઞાન વિનય - અપૂર્વ જ્ઞાન પ્રાપ્ત કરે. ગૃહીત જ્ઞાનની આવર્તના કરે, જ્ઞાન વડે સંયમ કૃત્યોને કરે, એ પ્રમાણે જ્ઞાની નવા કર્મો ન બાંધે, પૂર્વે બાંધેલાને દૂર કરે, જ્ઞાન વડે કર્મો દૂર થાય છે તેથી જ્ઞાન વિનય છે.
(૩) ચારિત્ર વિનય - પૂર્વે બાંધેલા આઠ પ્રકારના કર્મોના સંઘાતને ખાલી કરે છે, સાધુ ક્રિયામાં યત્નવાળો હોવાથી નવા કર્મો બાંધે નહીં. એ રીતે ચારિત્રથી વિનય, ચારિત્ર વડે વિનીતકર્મા થવાથી ચારિત્ર વિનય છે.
(૪) તપોવિનય - તપ વડે અજ્ઞાનને દૂર કરે છે, આત્માને સ્વર્ગ કે મોક્ષ તરફ લઈ જાય છે, તેનાથી તપો વિનીત થાય તે તપોવિનય છે.
(૫) ઉપચાર વિનય - તે સંક્ષેપથી બે ભેદે છે - પ્રતિરૂપ યોગ - યોજન વિનય અને અનાશાતના વિનય. વિસ્તારથી કહે છે – ‘પ્રતિરૂપ’ એટલે ઉચિત વિનય ત્રણ ભેદે છે - કાયાથી, વચનથી, મનથી. અનુક્રમે તે આઠ, ચાર ભેદે છે. કાયાકાદિ અષ્ટવિધની પ્રરૂપણા હવે કરે છે.
કાયિક - ઉભા થવું, પ્રશ્નાદિમાં અંજલી જોડવી, આસન આપવું, પીઠકાદિ લાવવા, અભિયોગ - ગુરુની આજ્ઞાનું પાલન કરવું, કૃતિકર્મ - વંદન, શુશ્રૂષા - વિધિવત્ સ્થાને રહીને સેવવા તે, આવતાની સામે જવું. જતાં હોય ત્યારે પાછળ જવું. એ આઠ ભેદે કાય વિનય છે. વાચિક - હિતકારી બોલવું, જે પરિણામે સુંદર હોય. મિત - થોડા અક્ષરથી બોલવું, અનિષ્ઠુર - કઠોર નહીં તેવી વાણી બોલવી. વિચારીને બોલવું તે વાચિક વિનય છે. માનસિક - અકુશળ મનનો નિરોધ, આર્ત્ત ધ્યાનનો પ્રતિષેધ. ધર્મધ્યાનાદિ પ્રવૃત્તિથી કુશળ મનની ઉદીરણા કરવી. પ્રતિપત્તિ રૂપ વિનય શા માટે? કોનો?