Pramāṇa · Search · About · API

Dasaveyaliya 452

Dasaveyāliya: ṭīkānusārī vivecana 452

Language
Gujarati

452

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૨૪ થી ૩૨૭ + વિવેચન [૯/૩૨૪ થી ૩૨૭ + વિવેચન]
પ્રતિરૂપ એટલે ઉચિત વિનય. તે-તે વસ્તુની અપેક્ષાથી પ્રાયઃ આત્માથી જુદો અને મુખ્ય અનુવૃત્તિ રૂપે જાણવો. આ બાહુલ્યથી છદ્મસ્થાનો જાણવો. અપ્રતિરૂપ વિનય - અપર અનુવૃત્તિરૂપ છે, તે કેવલીને જ હોય. કેમકે તેઓને તે જ પ્રકારે કર્મો દૂર થાય છે. ઈત્યાદિ - X - ઉપસંહાર કહ્યો. તેના પ્રભેદ બાવન છે, એવું તીર્થંકરો કહે છે. હવે અનાશાતના વિનય કહે છે –
તીર્થંકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર અને ગણિ સંબંધી તેર પદો છે. તેમાં વિશેષ આ પ્રમાણે – કુલ - નાગેન્દ્ર આદિ, ગણ - કોટિક આદિ, ક્રિયા - અસ્તિવાદ રૂપ, ધર્મ - શ્રુતધર્માદિ, જ્ઞાન - મતિ આદિ, જ્ઞાનિ - જ્ઞાનવાળા, સ્થવિર - સીદાતા હોય તેને સ્થિર કરવા, ગણિ - ગણના અધિપતિ. આ તેર પદોની અનાશાતના આદિથી ચાર વડે ગુણતાં બાવન થાય છે. (૧) તીર્થંકર આદિની અનાશાતના એટલે સર્વથા હીલણા ન કરવી. (૨) તેમના ઉચિત ઉપચાર રૂપ તે ભક્તિ. (૩) તેમના જ અંતરભાવના પ્રતિબંધ રૂપ છે. (૪) વર્ણ સંજ્વલના - તીર્થંકર આદિના જ સદ્ભૂત ગુણોનું કીર્તન. આ પ્રકારે તીર્થંકરાદિ તેરને ચાર વડે ગુણતા અનાશાતનાદિ ભેદે બાવન ભેદો થાય.
હવે સમાધિ કહે છે. નામ, સ્થાપનાને છોડીને દ્રવ્યાદિ સમાધિ –